સુવિધા:જનરલ ટિકિટ ધરાવતા ભાવનગર-ઓખા, સોમનાથ- અમદાવાદ સ્પેશિયલ ટ્રેનમાં મુસાફરી કરી શકશે

સુરેન્દ્રનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

પશ્ચિમ રેલવે દ્વારા યાત્રીઓની સુવિધા અને માંગને લઇને નિર્ણય લેવાયો છે. જેમાં ભાવનગર-ઓખા અને સોમનાથ-અમદાવાદ સ્પેશિયલ ટ્રેનમાં જનરલ ટિકિટ ધરાવતા મુસાફરો પણ મુસાફરી કરી શકશે. આથી આગામી 25 ઓક્ટોબરથી મુસાફરોની સુવિધામાં વધારો થવા પામશે.

આ અંગે ભાવનગર પરા વાણિજ્ય પ્રબંધક માશુક અહમદની યાદીમાં જણાવ્યા મુજબ તા.25 ઓક્ટોબરથી ભાવનગર-ઓખા-ભાવનગર સ્પેશિયલ ટ્રેનમાં જનરલ ટિકિટ ધરાવતા યાત્રીકો કોચ નં D6, D10, DL1, DL2માં અને સોમનાથ-અમદાવાદ-સોમનાથ સ્પેશિયલ ટ્રેનમાં કોચનં D5, D8, DL1, DL2માં જનરલ ટિકિટ ધરાવતા યાત્રીકોને યાત્રા કરવા મંજૂરી આપવામાં આવી છે. રેલવેની www.enquiry.indianrail.gov.in પર વધુ માહિતી મેળવવા જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...