જૂથ અથડામણ:સુરેન્દ્રનગરના સાયલા પંથકમાં બે જૂથો વચ્ચે સામાન્ય બાબતે અથડામણ, 2 થી વધુ લોકોને ઇજાઓ

સુરેન્દ્રનગર12 દિવસ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગરના સાયલા પંથકમાં બે જૂથો વચ્ચે સામાન્ય બાબતે અથડામણ - Divya Bhaskar
સુરેન્દ્રનગરના સાયલા પંથકમાં બે જૂથો વચ્ચે સામાન્ય બાબતે અથડામણ
  • જૂથ અથડામણમાં સામ સામે ઘર બાળી દેવાના પ્રયાસો પણ કરાયાની ચર્ચા
  • પોલીસે 24 સામે ગુનો નોંધી ગામમાં ચાંપતો બંદોબસ્ત ગોઠવ્યો

સુરેન્દ્રનગરના સાયલા પંથકમાં બે જૂથો વચ્ચે અથડામણ થઈ હતી. આ જૂથ અથડામણમાં સામ સામે ઘર બાળી દેવાના પ્રયાસો પણ જૂથો દ્વારા કરાયાની ચર્ચાએ પણ જોર પકડ્યું છે. આ ઘટનામાં સામાન્ય બાબતે બોલચાલી થયા બાદ ઝઘડાએ વરવુ સ્વરૂપ ધારણ કરતા બે જૂથો બાખડી પડ્યા હતા. આ ઝઘડામાં સામે સામે થયેલા હુમલામાં 2 થી વધુ લોકોને ઇજાઓ પહોંચી હતી.

સુરેન્દ્રનગરના સાયલા પંથકમાં બે જૂથો વચ્ચે સામસામે અથડામણનો બનાવ સામે આવ્યો છે. જેમાં છેલ્લા ઘણા સમયથી બન્ને સમાજના લોકો વચ્ચે અંદરો અંદર બોલાચાલી થતી હતી. આ જૂથ અથડામણમાં સામ સામે ઘર બાળી દેવાના પ્રયાસો પણ જૂથો દ્વારા કરાયાની ચર્ચાએ પણ જોર પકડ્યું છે.

આ ઘટનામાં સામાન્ય બાબતે બોલચાલી થયા બાદ ઝઘડાએ વરવુ સ્વરૂપ ધારણ કરતા અલગ અલગ સમાજ વચ્ચેના જૂથો બાખડી પડ્યા હતા. જેમાં આ ઘટનાની જાણ થતાં ઘટનાસ્થળે દોડી ગયેલી સાયલા પોલીસે 24 લોકો સામે ગુનો દાખલ કર્યો છે. આ જૂથ અથડણની ઘટના મામલે ગામમાં ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...