આયોજન:પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના 2.0 હેઠળ જિલ્લાના 510 લાભાર્થી પરિવારને વિનામૂલ્યે ગેસ કીટનું વિતરણ કરાશે

સુરેન્દ્રનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

સુરેન્દ્રનગર જિલ્લામાં દેશના વડાપ્રધાનના જન્મદિવસ નિમિત્તે “ગરીબોની બેલી સરકાર” અંતર્ગત કાર્યક્રમમાં તા. 17 સપ્ટેમ્બરને શુક્રવારે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના 2.0 હેઠળ જિલ્લાના 510 લાભાર્થી પરિવારોન વિના મૂલ્યે ગેસકીટનું વિતરણ કરાશે. ઉપરાંત શહેરના 2100, ગ્રામ્યના 1000 લાભાર્થી પરિવારોને સબસ્ક્રિપ્શન વાઉચર વિતરણ કરાશે. રાજ્યમાં નગરપાલિકાઓ, તાલુકાઓ મળી 400થી પણ વધુ સ્થળોએ 17મી સપ્ટેમ્બરે વડાપ્રધાનના જન્મદિવસ નિમિત્તે “ગરીબોની બેલી સરકાર” કાર્યક્રમનું રાજ્યવ્યાપી આયોજન કરાયું છે.

જેના ભાગરૂપે સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના 2.0 હેઠળના લાભાર્થીઓને ગેસકીટ વિતરણનો કાર્યક્રમ 17 સપ્ટેમ્બરે 10.15 થી 12.30 કલાકે જિલ્લાના વિવિધ 17 સ્થળે યોજાશે. જિલ્લાના શહેરી વિસ્તારમાંથી 210, ગ્રામ્ય વિસ્તારમાંથી 300 પરિવારોને વિના મૂલ્યે ગેસકીટનું વિતરણ કરાશે, જ્યારે શહેરી વિસ્તારમાંથી 2100 અને ગ્રામ્ય વિસ્તારમાંથી 1000 લાભાર્થી પરિવારોને સબસ્ક્રિપ્શન વાઉચર વિતરણ કરાશે.

17 સપ્ટેમ્બરે યોજાનાર કાર્યક્રમો પૈકી પંડિત દિનદયાળ ટાઉનહોલ, સુરેન્દ્રનગર ખાતે, સોની સમાજની વાડી, થાનગઢ ખાતે, નગરપાલિકા ટાઉનહોલ, ચોટીલા ખાતે, સુરજમલજી હાઇસ્કૂલ, પાટડી ખાતે, બીઆરસી ભવન, ધ્રાંગધ્રા ખાતે, રાજુભાઈના જીન, લીંબડી ખાતે તેમજ રંભાબેન ટાઉનહૉલ ખાતે શહેરી વિસ્તારના કાર્યક્રમ યોજાશે.

ગ્રામ્ય કક્ષાના કાર્યક્રમોમાં લખતર તાલુકાનો કાર્યક્રમ શ્રી જુગતરામ દવે પે.સેન્ટર શાળા નં.2 ખાતે, લીંબડી તાલુકાનો કાર્યક્રમ કુમાર પ્રાઇમરી સ્કૂલ, રળોલ, વઢવાણ તાલુકાનો કાર્યક્રમ કુમાર પ્રાઇમરી સ્કૂલ, ખોડુ , સાયલા તાલુકાનો કાર્યક્રમ તાલુકા પંચાયત ખાતે, ચુડા તાલુકાનો કાર્યક્રમ બીઆરસી ભવન ખાતે, મુળી તાલુકાનો કાર્યક્રમ કમ્યુનિટિ હૉલ, ધ્રાંગધ્રા તાલુકાનો કાર્યક્રમ કુમાર પ્રાઇમરી સ્કૂલ, રાજસીતાપુર ખાતે, દસાડા તાલુકાનો કાર્યક્રમ પ્રાઇમરી સ્કૂલ, વડગામ ખાતે, ચોટીલા તાલુકાનો કાર્યક્રમ મોડેલ સ્કૂલ, સણોસરા ખાતે અને થાનગઢ તાલુકાનો કાર્યક્રમ પ્રાઇમરી સ્કૂલ, નવાગામ ખાતે યોજાશે.

અન્ય સમાચારો પણ છે...