તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લસણની હરાજી:હળવદ માર્કેટ યાર્ડમાં પાંચ એપ્રીલથી લસણની હરાજીનો પ્રારંભ થશે, જેમાં આજુબાજુના તાલુકાના ખેડૂતો પણ ભાગ લઇ શકશે

સુરેન્દ્રનગર16 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • હળવદ સહિત આજુબાજુનાં તાલુકાઓમાં પણ આ વર્ષે લસણનું વાવેતર પુષ્કળ પ્રમાણમાં થયુ

હળવદમાં આવેલ માર્કેટ યાર્ડમાં પાંચ એપ્રીલથી લસણની હરાજી ચાલુ થવા જઈ રહી હોવાનું માર્કેટ યાર્ડ દ્વારા જણાવાયું છે. જેથી હળવદ ઉપરાંત આજુબાજુના તાલુકાના ખેડૂતો પણ હળવદ માર્કેટ યાર્ડમાં ખુલ્લી હરાજીમાં લસણનું વેચાણ કરી શકશે.

હળવદ ઉપરાંત આજુબાજુના તાલુકામાં આ વર્ષે લસણનું પુષ્કળ વાવેતર થયું છે. જોકે આ વર્ષે લસણના ભાવ પણ એકાએક ગગડી જતા ખેડૂતોમાં નિરાશા પણ જોવા મળી રહી છે. ત્યારે ખાસ કરીને હળવદ તાલુકાના ખેડૂતને લસણનું વેચાણ કરવા છેક ગોંડલ અને હાપા માર્કેટ યાર્ડ સુધી જવું પડતું હતું. જેને ધ્યાને લઇ હળવદ ઉપરાંત આજુબાજુના તાલુકાના પણ ખેડૂતો હળવદમાં લસણનું વેચાણ કરી શકે તેવા હેતુ સાથે હળવદ માર્કેટ યાર્ડના સંચાલકો દ્વારા હળવદ યાર્ડમાં પાંચ એપ્રીલથી લસણની હરાજી કાર્યના શ્રી ગણેશ કરવા જઈ રહ્યાં છે.

ખેડૂતોને લિમિટેડ લસણ લાવવા અપીલ કરાઇ

હળવદ માર્કેટ યાર્ડમાં સૌપ્રથમવાર લસણની હરાજી ચાલુ થવા જઈ રહી છે. ત્યારે માર્કેટ યાર્ડના સેક્રેટરી મહેશ પટેલે ખેડૂતોને અપીલ કરતા જણાવ્યું હતું કે ખેડૂત મિત્રોએ મર્યાદિત જથ્થામાં લસણ લઈને આવવું. જેથી હરાજી પણ થઈ શકે સાથે સાથે તેનો નિકાલ પણ થઈ શકે અને ખાસ તો વ્યવસ્થા પણ જળવાઈ રહે.

માર્કેટ યાર્ડનો ખેડૂત હિતમાં વધુ એક નિર્ણય - ચેરમેન રણછોડ પટેલ

હળવદ માર્કેટ યાર્ડના ચેરમેન રણછોડ પટેલે જણાવ્યું હતું કે અત્યાર સુધી તાલુકાના ખેડૂતોને લસણ વેચવા છેક દુરદુર સુધી જવું પડતું હતુ. પરંતુ માર્કેટયાર્ડ હંમેશા ખેડૂતના હિતમાં નિર્ણય લેતું આવ્યું છે. જેથી તાલુકાના અને આજુબાજુના તાલુકાના પણ ખેડૂતો હળવદ માર્કેટ યાર્ડમાં જ લસણનું વેચાણ કરી શકે તેવી વ્યવસ્થા હળવદ માર્કેટ યાર્ડ દ્વારા કરવામાં આવી છે. પાંચ એપ્રીલથી લસણની હરાજી કાર્ય ચાલુ થવા જઈ રહ્યું છે. જેથી ખેડૂતોનો સમય અને ભાડું પણ બચશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો