તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કેનાલની સફાઈ:પાટડી કેનાલમાંથી ખેડૂતો દ્વારા 100 મણ લીલ સહિતનો કચરો બહાર કઢાયો

પાટડી2 મહિનો પહેલા
 • ખેડૂતો બાદ નર્મદા વિભાગે મુકેલા મજૂરોના કાફલા દ્વારા પણ કેનાલમાંથી કચરો બહાર કાઢવાનું કામ જારી

પાટડીમાંથી પસાર થતી ખારાઘોઢા શાખા કેનાલમાંથી કચરાના થર જામી જતા પાણી ન મળતા રોસે ભરાયેલા ખેડૂતોએ છેક મહેસાણા સુધી રજૂઆત કરી વિરોધ નોંધાવ્યો હતો. અને ખેડૂતો દ્વારા જાતે કેનાલમાંથી લીલ સહિતનો કચરો બહાર કાઢવાની કામગીરી હાથ ધરાઇ હતી. બાદમાં નર્મદા વિભાગે મુકેલા મજૂરો દ્વારા પણ 100 મણ લીલ સહિતનો કચરો કેનાલમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો. હવે નર્મદા વિભાગ દ્વારા આ કેનાલમાં તાકીદે પાણી છોડવામાં આવે એવી વ્યાપક માગ ઉઠવા પામી છે.

મહેસાણા નર્મદા વિભાગમાં ઉગ્ર રજૂઆતો કરી હતી
નર્મદા કેનાલનો સૌથી વધુ લાભ સૂકાભઠ્ઠ રણકાંઠા વિસ્તારને થયો હોવાના તંત્રના દાવાઓ વચ્ચે કેનાલના નબળા કામ અને કેનાલની અંદર લીલ સહિત ખદબદતી પારાવાર ગંદકીના કારણે ખેડૂતોના ખેતરો સુધી પાણી ન પહોંચતા ખેડૂતોમાં રોષની લાગણી ફેલાવા પામી હતી. જેમાં પાટડીમાં હરીપુરા અને બામણવા થઇને પાટડી આવતી ખારાઘોડા શાખા કેનાલમાં લીલ સહિત ખદબદતી પારાવાર ગંદકીના લીધે ખેડૂતોએ છેક મહેસાણા નર્મદા વિભાગમાં ઉગ્ર રજૂઆતો કરી હતી. અને ખેડૂતોએ જાતે કેનાલમાંથી કચરો બહાર કાઢવાની કામગીરી યુધ્ધના ધોરણે હાથ ધરવામાં આવી હતી.

લીલ સહિતનો કચરો કેનાલ બહાર કાઢવામાં આવ્યો
બાદમાં મહેસાણા નર્મદા વિભાગના આલા અધિકારીઓએ જાતે રણકાંઠાના ખેડૂતોની મુશ્કેલીને ધ્યાનમાં રાખીને કેનાલની સફાઇ માટે મજૂરોના કાફલાને મૂકીને અંદાજે 100 મણથી પણ વધારે લીલ સહિતનો કચરો કેનાલ બહાર કાઢવામાં આવ્યો હતો. આથી હવે આ કેનાલમાં ખેડૂતોનો ઊભો મોલ સુકાય એ પહેલા તાકીદે પાણી છોડવામાં આવે એવી વ્યાપક માંગ પાટડી સહિત આજુબાજુના ગામના ખેડૂતોએ ઉઠાવી છે. આ અંગે પાટડીના ખેડૂત મનીષ દશરથભાઇ પટેલ અને નવઘણ ચેલાજી ઠાકોરે જણાવ્યું કે, અત્યારે તો નર્મદા વિભાગે કેનાલમાંથી ગંદકી સહિતનો કચરો બહાર કાઢવાનું કામ તો કર્યું છે. પરંતુ તંત્ર દ્વારા આગામી દિવસોમાં આ કેનાલની નિયમીત સફાઇકામની સાથે પાણી છોડવામાં આવે એવી આ વિસ્તારના ખેડૂતોની માગ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો