તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સફાઇ અભિયાન:સુરેન્દ્રનગર રિવરફ્રન્ટ રોડ પરથી કચરાનો નિકાલ કરાયો, પાલિકાએ સફાઇ અભિયાન હાથ ધર્યું

સુરેન્દ્રનગર2 મહિનો પહેલા
 • કૉપી લિંક
અંદાજે 1 ટનથી વધુ ધુળ અને કચરાનો નિકાલ કરવામાં આવ્યો - Divya Bhaskar
અંદાજે 1 ટનથી વધુ ધુળ અને કચરાનો નિકાલ કરવામાં આવ્યો

સુરેન્દ્રનગર આર્ટ કોલેજથી જિલ્લા પંચાયત તરફ જતાં રિવરફ્રન્ટ રોડ પર ધુળનું સામ્રાજ્ય છવાઇ ગયું હોવાની ફરીયાદ ઉઠતા પાલિકાના સેનિટેશન વિભાગ દ્વારા સફાઇ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં 15 થી વધુ સફાઇ કર્મચારીઓની ટીમ દ્વારા રસ્તાની સફાઇ કરી અંદાજે 1 ટનથી વધુ ધુળ અને કચરાનો નિકાલ કરવામાં આવ્યો હતો. સુરેન્દ્રનગર શહેરની ટ્રાફીક સમસ્યા હળવી બનાવવા આર્ટસ કોલેજથી જિલ્લા પંચાયત સુધી રિવરફ્રન્ટ રોડ બનાવવામાં આવ્યો છે. આથી મોટા ભાગના વાહનો અહીંથી પસાર થતા હોય છે ત્યારે આ રસ્તા પર ખુબ જ ધુળ ઉડતી હોવાથી વાહનચાલકો અને રાહદારીઓને મુશ્કેલીનો સામનો કરવો પડતો હોવાની ફરીયાદ ઉઠી હતી.

આથી પાલિકાના ચીફ ઓફીસર સંજયભાઇ પંડ્યાની સુચનાથી સેનેટરી ઇન્સ્પેક્ટર વિજયભાઇ સોલંકી સહીતની ટીમ દ્વારા સફાઇ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. અને 15 થી વધુ સફાઇ કર્મચારીઓ તેમજ ટ્રેક્ટર સહીતના સાધનો દ્વારા રિવરફ્રન્ટના રસ્તાની સફાઇ કરી અંદાજે 1 ટનથી વધુ ધુળ અને કચરો એકઠો કરી ટ્રેક્ટરમાં ભરી ડમ્પીંગ સાઇટ પર તેનો નિકાલ કરવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો