સોશિયલ મીડિયામાં વાયરલ:વિરમગામ વિધાનસભા વિસ્તારમાં આપ પાર્ટીમાં ગાબડું

વિરમગામ, માંડલએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • માંડલ યુવા પ્રમુખનું રાજીનામું,પત્ર સોશિયલ મીડિયામાં વાઇરલ

વિરમગામ વિધાનસભા વિસ્તારના માંડલ તાલુકાના યુવા સંગઠન મંત્રી અને યુવા પ્રમુખ તરીકે કાર્યરત મયુર કિર્તીભાઈ પટેલે આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપતો પત્ર સોશિયલ મીડિયા ગ્રુપમાં વાયરલ થયો હતો. જેમાં મયુર કિર્તીભાઈ પટેલે જણાવ્યાં અનુસાર આમ આદમી પાર્ટીમાંથી તમામ હોદ્દાઓ સહિત સભ્યપદેથી રાજીનામું આપું છું.

પાર્ટી માટે તન-મન-ધનથી દરેક કાર્ય કર્યું હતુ. માંડલ તાલુકા યુવા સંગઠન મંત્રી યુવા પ્રમુખ તરીકે ખૂબ મહેનત કરી અને પાર્ટીને મજબૂત કરવામાં પાર્ટીની વિચારધારા જન-જન સુધી ગામે ગામ પહોંચાડવા ખૂબ પ્રયાસ કર્યુ હતુ. પરંતુ ઘણા સમયથી પાર્ટીમાં મારી સતત ઉપેક્ષા થતી હોય અને જૂથવાદ પાર્ટીમાં હાવી હોય તેવું લાગે છે. કોઈપણ વાત સાંભળવામાં આવતી નહોતી પાર્ટીમાં કોઈ શિષ્ટાચાર નીતિ નિયમ જેવું કંઈ નથી. દરેક વ્યક્તિ પોતાની મનમાની કરી રહેલી છે.

જેથી જૂથવાદનો હું હાથો બનવા માગતો નથી. કામ કરતાં લોકોને કોઈ માન સન્માન આપવામાં આવતું નથી. જેથી મારા સન્માનના ભોગે હું પાર્ટીમાં કાર્ય કરી શકું તેમ નથી. હું કટ્ટર હિન્દુવાદી છું, આપના ધર્મ વિરુદ્ધના નિવેદનોથી પણ હું દુઃખી છું. જેથી આમ આદમી પાર્ટી છોડી રહ્યો છું તેવું રાજીનામાં જણાવવામાં આવ્યું હતુ.આ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપતો પત્ર સોશિયલ મીડિયા ગ્રુપમાં વાયરલ થયો હતો.

અન્ય સમાચારો પણ છે...