તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

થીગડાં મારી રિપેરિંગ:ગણપતિ ફાટકનો રોડ બિસમાર, રાહદારીઓ-ચાલકો પરેશાન

સુરેન્દ્રનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
વઢવાણ શહેરની ગણપતિ ફાટકવાળો રસ્તો બિસમાર બનતા લોકોને મુશ્કેલી પડે છે - Divya Bhaskar
વઢવાણ શહેરની ગણપતિ ફાટકવાળો રસ્તો બિસમાર બનતા લોકોને મુશ્કેલી પડે છે
  • થીગડાં મારી રિપેરિંગ, આ રસ્તા પર કામ ન થતું હોવાની રાવ

વઢવાણ ગણપતિ ફાટક પાસેનો રસ્તો ખાડાઓ સાથે બિસમાર બનતા લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યાં છે. શહેરના અન્ય માર્ગો પર રસ્તા રિપેરિંગ કામ કરવામાં આવે છે અને આ રસ્તા પર કંઇ નહી ? સહિતના આક્ષેપો સાથે અહીના નાગરિકોએ રોષ વ્યક્ત કરી ઝડપથી આ રસ્તાનું રિપેરિંગ કરવા માગ કરી હતી.

સુરેન્દ્રનગર-વઢવાણ શહેરના અનેક મુખ્ય માર્ગો બિસમાર હાલતમાં હોવાની રાવ ઉઠી છે. ત્યારે ગણપતિ ફાટકે જે રસ્તો પસાર થાય છે તે બાયપાસ રસ્તો છે. જેના કારણે આ રસ્તા પર દિવસ-રાત નાના મોટા વાહનોનો ધસારો રહે છે. આ ઉપરાંત ફાટકની આજુબાજુમાં પણ અનેક સોસસાયટીમાં રહીશો વસવાટ કરી રહ્યાં છે. આ રસ્તો ખાડાઓ સાથે બિસમાર બનતા લોકોમાં રોષ ફેલાયો હતો. આ અંગે સુનીલભાઈ રાઠોડ, વિશાલભાઈ વાઘેલા વગેરે જણાવ્યું કે, આ રસ્તા પરથી પ્રસૂતિની પીડાથી પીડાતી મહિલાને લઇ જવામાં તેમજ હૃદયરોગના હુમલાના દર્દીઓને પણ જીવના જોખમે લઇ જવા પડે છે. રસ્તો એટલો બધો ખરાબ છે કે એમ્બ્યુલન્સ પણ આવી કે જઇ શકતી નથી. જેના કારણે અંદાજે ત્રણ લોકો પણ ખરાબ રસ્તાના કારણે મોતને ભેટ્યા હતા. ખરાબ રસ્તાથી કેટલીકવાર ટ્રાફિકજામ પણ થતા વાહનોની લાઈન લાગી જાય છે.

જેના કારણે રાહદારીઓ, દર્દીઓ તેમજ વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આથી આ રસ્તો જેની જવાબદારીમાં આવે છે તેવા તંત્ર દ્વારા ઝડપથી રિપેરિંગ કામ કરાવવામાં આવે તેવી માગ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...