ગેંગનો પર્દાફાસ:અંગત પળોની વિડિયો ઉતારી તોડ કરનાર ગેંગે સુરેન્દ્રનગરમાં અનેકને ફસાવ્યા હતા

સુરેન્દ્રનગર23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 1 કેસમાં તો આરોપીના ત્રાસથી વેપારીએ આત્મહત્યા કરી હતી

આણંદમાં સમલૈગિક સબંધમાં રસ ધરાવનાર વ્યક્તિને ફસાવીને તોડ કરવાનાર ગેંગનો પોલીસે પર્દાફાસ કર્યો છે. જેમાં સુરેન્દ્રનગરના 4 આરોપી છે. તે પૈકીના 3 આરોપી વિરૂધ્ધ હની ટ્રેપ, દારૂ સહિતના ગુનાઓ સુરેન્દ્રનગરમાં પણ નોંધાઇ ચૂક્યા છે.

આણંદના આધેડ સાથે સોશિયલ મીડિયાના માધ્યમથી મિત્રતા કેળવીને સમલૈંગિક સબંધ બાંધવા માટે આણંદની હોટેલમાં લઇ જવામાં આવ્યા હતા. જ્યાં અંગત પણો માણવા માટે આવેલા આધેડનો અશ્લીલ વીડિયો ઉતારીને તેની પાસે રહેલા રૂ.4500 રોડકડા અને રૂ.40 હજારની કિંમતા સોનાના ચેનની લૂંટ કરવામાં આવી હતી. બાદમાં વીડિયો ફરતો કરવાની ધમકી આપીને રૂ.5 લાખની માગણી કરાતા આધેડે આણંદ પોલીસને જાણ કરી હતી.

આથી પોલીસે સુરેન્દ્રનગરની ટીબી હોસ્પિટલ સામે રહેતા મુરૂ બહાદુરભાઇ રબારી, સુડવેલ સોસાયટીમાં રહેતા તનવીર અહેમદ જુનેજા, ટીબી સામે જ રહેતા શક્તિ મનોજ બાજીપુરા અને બોટાદના આસીફઅલી લીયાકતઅલી અંદાણીને પકડી લીધા હતા. ટીબી હોસ્પીટલ સામે રહેતો કુલદિપ દીપકભાઇ ચારોલા નામનો શખસ ભાગી ગયો હતો. આરોપીઓ પૈકી શક્તિ બાજીપરા આવી હની ટ્રેપનો માસ્ટર માઇન્ડ છે.

તેના વિરૂધ્ધ સુરેન્દ્રનગર અને વિરમગામમાં પણ આવા ગુના નોંધાયા હતા. જેમાં સુરેન્દ્રનગરમાં ફરસાણના વેપારીને ફસાવતા વેપારીએ આત્મહત્યા કરી લીધી હતી. આ ગુનામાં જેલમાંથી તે જામીન ઉપર છૂટ્યો હતો. અને આ નવો કાંડ કર્યો હતો. જ્યારે કુલદિપ ચારોલા નામના શખસ વિરૂધ્ધ અપહરણ સહિતના ગુના નોંધાયા હતા.

આથી તેના વિરૂધ્ધ પાસાનું પણ શસ્ત્ર ઉગામવામાં આવ્યું હોવાનું સુરેન્દ્રનગર પોલીસે જણાવ્યંુ હતું. જ્યારે તનવીર અહેમદ મના આરોપી વિરૂધ્ધ બી ડિવિઝન પોલીસ મથકે દારૂ મારામારી સહિતના ગુનાઓ નોંધાઇ ચુકયા હોવાની વિગતો સુરેન્દ્રનગર પોલીસે આપી હતી.

અન્ય સમાચારો પણ છે...