ધરપકડ:જિલ્લામાં BSNLના ટાવરમાં સામાન ચોરનારી ગેંગનો પર્દાફાશ

સુરેન્દ્રનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
બીએસએનએલના ટાવરમાંથી સામાનની  ચોરી કરનાર આરોપી પકડાયો. - Divya Bhaskar
બીએસએનએલના ટાવરમાંથી સામાનની ચોરી કરનાર આરોપી પકડાયો.
  • કેરાળા પાસેથી આરોપીને રૂ.5.08 લાખનીમતા સાથે ઝડપ્યો

સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલા બીએસએનએલના ટાવરમાં કિંમતી સામાનની ચોરી કરીને તરખાટ મચાવનાર ગેંગનો એલસીબીની ટીમે પર્દાફાસ કર્યો છે. લીંબડીથી સુરેન્દ્રનગર ચોરીનો સામાન વેચવા માટે આવતી બોલેરો પીકઅપને આંતરીને તલાસી લેતા રૂ.5.08 લાખનો મુદામાલ મળી આવ્યો હતો.

સુરેન્દ્રનગર જિલ્લામાં બીએસએનએલના ટાવરમાં ખાસ કરીને કોઠારીયા,વડોદ,ફુલગ્ર ામ,ગોસળ બોર્ડ તથા દેવળીયા ગામમાં ચોરી થવાના બનાવો બન્યા હતા. આથી તસ્કરોને પકડવા માટે એલસીબી પીઆઇ ડી.એમ.ચૌધરીએ આપેલી સુચના અનુસાર તપાસના ચક્રોગતીમાન કર્યા હતા.જેમાં લીંબડીથી પીકઅપમાં ચોરીના સામાન ભરીને સુરેન્દ્રનગર વેચવા માટે આવતા હોવાની હકીકત મળતા એલસીબીના એન.ડી.ચુડાસમા,દશરથસિ ંહ વાઘેલા,નિકુલસિંહ,અજય સિંહ અને દિલીપભાઇ સહિતની ટીમે વોચ ગોઠવી હતી.

જેમાં પીકઅપને આતરીને તલાસી લેતા તેમાથી બીએસએનએલ માંથી ચોરેલા સામાન સાથે મૂળ રાજસ્થાન ભીલાડ જિલ્લાનો વતની અને હાલ લીંબડી રહેતા ચુનીલાલ ભૈરૂલાલ ગુજજર ને પકડી લીધો હતો. પોલીસે તેની આગવી ઢબે કરેલી પુછપરછમાં બીએસએનએલના ટાવરમાં ચોરી કરી હોવાની કબુલાત કરી હતી.

અને તેની સાથે ચુડા તાલુકાના ભુગુપુર ગામના રામાભાઇ મીર,ભરતભાઇ સાજણભાઇ મીર,મૂળ રાજસ્થાનના ભીલાડ જિલ્લાનો વતની અને હાલ ધ્રાંગધ્રા રહેતો પ્રકાશ બન્નાલાલ ગુજનર અને ફરમાન કે ઇમારા નામના શખ્સના નામો આપ્યા હતા. પોલીસે કુલ રૂ.5.08 લાખનો સામાન જપ્ત કર્યો હતો. બીએસએનએલના ટાવર ઉપર કોઇ ચોકીદાર ન હોય રાત્રીના સમયે ચોરી કરતા હતા. અને ચોરી કરતા પહેલા બે થી ત્રણ દિવસ રેકી કરીને પ્લાન બનાવતા હોવાની આરોપીએ કબુલાત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...