તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દવાની અછત:ગાંધી હોસ્પિટલમાં ઇન્સ્યુલેશન ઇન્જેક્શન સહિતની દવાઓનો સ્ટોક જ નથી : દર્દીઓ

સુરેન્દ્રનગર2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • દવા બારીએ દર્દી જાય ત્યારે એક જ જવાબ હોય કે, ‘બહારથી લઇ આવો’
 • દર્દીઓનો રૂ. 700થી 1500 સુધીનો વધુ ખર્ચ થાય છે
 • જરૂરિયાતમંદ દર્દીઓને બહાર મેડિકલ સ્ટોરમાંથી રૂ.800 સુધીના ઇન્જેક્શન લાવી સારવાર લેવી પડે છે

ગાંધી હોસ્પિટલમાં છેલ્લા ઘણા સમયથી દવાઓની અછતને લઇને દર્દીઓ હાલાકીનો સામનો કરી રહ્યાં છે. ત્યારે આ બાબતે સાંસદ, ધારાસભ્ય, જિલ્લા કલેકટર સહિત ઉચ્ચકક્ષાએ લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે. જ્યારે આ બાબતે તંત્રે ઘણીવાર સ્ટોક વહેલો પુરો થઇ જાય છે તેમ છતાં તપાસ કરાવીશુ તેમ જણાવ્યું હતુ.

જિલ્લાની એકમાત્ર સરકારી ગાંધી હોસ્પિટલમાં ઇન્સ્યુલિનના ઇન્જેકશન અને દવાઓ નહીં મળતા દર્દીઓમાં રોષ ફેલાયો હતો. આ બાબતે સામાજિક કાર્યકર સુનિલભાઈ જી.રાઠોડે સાંસદ, ધારાસભ્ય, જિલ્લા કલેકટર તેમજ ગાંધીનગર આરોગ્ય વિભાગને રજૂઆત કરી હતી. જેમાં જણાવાયા મુજબ આ હોસ્પિટલમાં આવેલા મેડિકલ વિભાગમાં અને વોર્ડમાં દર્દીને દવાઓ ડોક્ટરો દ્વારા સહી સિક્કા કરી લખી આપવામાં આવે છે. પણ જ્યારે દદી એ ચીઠ્ઠી લઇ દવાની બારી પર જાય ત્યારે કાઉન્ટર પર એક જ જવાબ હોય છે. આ દવાઓ હાજરીમાં નથી. બહારથી લઈ લો. ઉપરથી જ સ્ટોક આવતો નથી. એટલે એ ચીઠ્ઠીની કોઈ જ કિમત રહેતી નથી.

આ અંગે સુનિલભાઈ રાઠોડે જણાવ્યું કે, હોસ્પિટલમાં દવાઓ ન હોવાથી તબીબો દ્વારા લખવમાં આવતી દવાઓ અલગ અલગ પ્રકારની હોય છે. જેના કારણે ખાનગી મેડિકલ સ્ટોરે દર્દીઓને લેવા જવુ પડતા રૂ. 700 થી 1500 સુધીનો ખર્ચ થાય છે. આ ઉપરાંત ઇન્સ્યુલેશન ઇંજેકશનના પણ જરૂરીયાતમંદ દર્દીઓ રૂ. 750 થી 800ની ખરીદી કરીને સારવાર લેવી પડે છે.

ત્યારે સાધારણ ગરીબ પરિવારો કે જેઓ દવા બહારથી ખરીદવામાં અસમર્થ હોય છે . તેવા દર્દીની જાન જોખમમાં મુકાઈ છે. લોકોને દવાઓ માટે ભોગવી પડતી હાલાકીથી છુટકારો મળે માટે યોગ્ય કાર્યવાહીની માંગ કરી હતી. જ્યારે આ અંગે જિલ્લા આરોગ્ય તબીબી સહ સિવિલ સર્જન ડો. એચ.એમ.વસેટિયને જણાવ્યું કે, દવાઓ ઉપરથી મંગાવીએ છીએ, ઘણીવાર સ્ટોક વહેલો પુરો થઇ જાય છે તેમ છતાં તપાસ કરાવીશુ.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો