એસ.ટી બસ ટ્રક પાછળ ઘૂસી ગઈ:સાયલાના જસાપર ગામની ચોકડી પાસે ટ્રક અને બસ વચ્ચે ગમખ્વાર અકસ્માત, 12 મુસાફરો ઇજાગ્રસ્ત

સુરેન્દ્રનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યાં

સુરેન્દ્રનગર જિલ્લાના નેશનલ હાઈવે ઉપર દિન પ્રતિદિન અકસ્માતોના બનાવો વધી રહ્યા છે. ત્યારે હાલમાં વધુ એક અકસ્માતની વિગત સામે આવી રહી છે. જેમાં જેતપુર ડેપોની બસને અકસ્માત નડ્યો હતો. સાયલાની જસાપર ચોકડી પાસે એસ.ટી.બસ અને ટ્રક વચ્ચે અકસ્માત થયો હતો. જેમાં 12 જેટલા લોકોને ઈજા પહોંચી હતી.
ટ્રકની પાછળ બસ ઘૂસી જવાથી અકસ્માત
સાયલાની જસાપર ચોકડી પાસે એસ.ટી અને ટ્રક વચ્ચે અકસ્માત થયો હતો. જેમાં અમદાવાદ, રાજકોટ મોડાસા સહિતના 12 મુસાફરોને ઇજાઓ પહોંચતા તાત્કાલિક એમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામા આવ્યા છે. ત્યારે સાયલા નેશનલ હાઈવે ઉપર પોલીસે પહોંચી અને તપાસ હાથ ધરી રહી છે. આ અકસ્માતના બનાવની જાણવા મળતી વિગતો અનુસાર જેતપુર ડેપોની બસ કૃષ્ણનગરથી જૂનાગઢ જતી હતી. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકા પાસે આવેલા જસાપર ગામના પાટીયા પાસે ટ્રકની પાછળ બસ ઘૂસી જવાના કારણે 12 વ્યક્તિઓને ઈજાઓ પહોંચી હતી.
પોલીસે તપાસ હાથ ધરી
જેમાં રાજકોટ, અમદાવાદ અને મોડાસાના મુસાફરોને ઈજા પહોંચી હોવાનું હાલમાં જાણવા મળી રહ્યું છે. ઇજાગસ્તોમાં ધવલ અશોકભાઈ પરમાર, અશોકભાઈ સોમાભાઈ, મંજુલાબેન અશોકભાઈ પરમાર, સાગરભાઇ અશોકભાઈ, કેવલ મહેશભાઈ, સંગીતાબેન કિશોરભાઈ ગઢવી, આદિત્ય નરેન્દ્રભાઈ રાજકોટના રહેવાસી છે. જ્યારે સજનબેન રઘુભાઈ ગઢવી, રઘુવીર મૂળજી, રાજુ જેમાં મોડાસા ગામનો રહેવાસી અને ઉમેશભાઈ ગોવિંદભાઈ, પ્રકાશભાઈ માણેક રાવલ જેતપુરનો રહેવાસી છે. આ અકસ્માતમાં 12 વ્યક્તિઓને ઈજા પહોંચી છે. જેમને લોહિલુહાણ હાલતમાં સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા છે. હાલમાં આગળની વધુ તપાસ સાયલા પોલીસ ચલાવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...