તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:હસ્તાપીરની દરગા પાસે જુગારના દરોડા, 4 પકડાયા ને 17 નાસી છૂટયા

સુરેન્દ્રનગર13 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • જોરાવરનગર પોલીસ ટીમની બાતમીને આધારે કાર્યવાહી
 • નાઈટ પેટ્રોલિંગ ટીમે ઘટના સ્થળેથી રોકડ, બાઇક, મોબાઇલ સહિત રૂ. 1,21.220નો મુદામાલ જપ્ત કર્યો

જોરાવરનગર પોલીસ ટીમે બાતમીના આધારે રતનપર હસ્તાપીરની દરગાહ પાસે મકાનની લાઇટના અંજવાળા રમાતા જુગાર પર રેડ કરતા 4 પકડાયા અને 17 શખ્સો નાસી છૂટ્યા હતા.

જોરાવરનગર પોલીસ ટીમે નાઇટ પેટ્રોલિંગ દરમિયાન ASI હેમદીપ વી.મારવણીયાને બાતમી મળતા રતનપર હસ્તાપીરની દરગાહ પાસે આવેલા સલીમભાઈ ઇશાકભાઈ કટીયાના રહેણાંક મકાનની લાઇટના અજવાળે કેટલાક શખ્સો ગંજીપાના વડે જુગાર રમી રહ્યા છે. આથી પોલીસ ટીમે દરોડો પાડતા જુગારીઓમાં નાસભાગ મચી હતી. પરંતુ પૂર્વ તૈયારી સાથે આવેલી પોલીસે જુગાર રમતા અલ્તાફભાઈ કાદરભાઈ કટીયા, આદમભાઈ અબ્દુલભાઈ કટીયા, અકબરભાઈ હાજીભાઈ કટીયા અને અલ્તાફભાઈ ગુલામહુસેન મોવરને ઝડપી લીધા હતા.

જ્યારે અંધારાનો લાભ લઇને અફડાતફડી પડાપડી કરી ભોગાવા નદી તરફ અબ્બાસભાઈ ઉર્ફે ટકો રસુલભાઈ માણેક, સાહિલ અબ્બાસભાઈ માણેક, મુસ્તાકભાઈ, અકબરભાઈ હાજીભાઈ કટીયા, ઇકબાલભાઈ ખાટકી, રફીક ઉર્ફે રફલો કટીયા, ઇમરાન ઉર્ફે સમોચા કટીયા, ફસીયો ટ્રેકટરવાળો, રફીક પપ્પાવાળો, દોશમહમદ ઉર્ફે દોશીયો, રાજા મોવર, ભોલો મોવર, અલ્લારખા મોવર, અબ્બાસભાઈ કટીયા તેમજ 3 અજાણ્યા શખ્સો સહિત 17 નાસી છૂટ્યા હતા. રેડમાં પીએસઆઈ એન.એચ.કુરેશી, એચ.વી.મારવણીયા, ચમનલાલ, રણજીતસિંહ, મીતભાઈ સહિતની ટીમે કામગીરી કરી હતી. જ્યારે સ્થળ પરથી રોકડ રૂ. 40,720, રૂ. 20,500ની કિંમતના 5 મોબાઇલ, રૂ. 60,000ની કિંમતના 4 બાઇક સહિત કુલ રૂ. 1,21,220નો મુદામાલ જપ્ત કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો