દરોડા:સુરેન્દ્રગનર, વઢવાણ, થાન, હળવદમાંં જુગારના દરોડા: 25 પકડાયા, 2 ફરાર

સુરેન્દ્રનગર4 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દરોડાઓમાં રોકડા, મોબાઇલ સહિત રૂ.30,780નો મુદામાલ જપ્ત કરાયો

જિલ્લાના શહેરી તેમજ ગ્રામ્ય પંથકમાં ચાલતી જુગારની બદીને નાબુદ કરવા પોલીસ વડાની સુચનાથી દરોડા કાર્યવાહી હાથ ધરાઇ છે. જેમાં સુરેન્દ્રગનર, વઢવાણ, થાન, હળવદમાં જુગારના દરોડાઓ પાડવામાં આવ્યા હતા.જેમાં કુલ 25 આરોપીઓ પકડાયા હતા. જ્યારે હળવદમાં બે જુગારીઓ ફરાર થઇ જવામાં સફળ રહ્યા હતા. આ આરોપીઓ પાસેથી કુલરૂ.30,780નો મુદામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. સુરેન્દ્રનગર-જોરાવરનગર પોલીસ ટીમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમા હોવા દરમિયાન જુગાર અંગે બાતમી મળી હતી.

આથી રતનપર વાલ્મીકીવાસમાં દરોડો કર્યો હતો.જ્યાં સ્ટ્રીટ લાઇટ અજવાળે જુગાર રમતા લોકોમાં પોલીસને જોઇ નાશભાગ મચી હતી.પરંતુ તૈયારી સાથે આવેલી ટીમે ખોડીદાસ બાલાભાઇ વાળોદરા, પ્રવીણભાઇ રમેશભાઇ મકવાણા, વિનોદભાઇ કિશોરભાઇ પરમાર, યોગેશભાઇ મંગાભાઇ મકવાણા, હિતેશભાઇ શંકરભાઇ વાઘેલા તમામ રહે વાલ્મીકીવાસને ઝડપી પાડ્યા હતા.તેમની પાસેથી રોકડા 1260 જપ્ત કરી જુગાર અંગે ગુનો નોંધાવાયો હતો.

વઢવાણ | વઢવાણ નવાદરવાજા બહાર ફુલચોકમાં જાહેરમાં ગુડદી પાસાનો જુગાર રમતા અવધેશભાઈ પોપટભાઈ જાદવ, ભરતભાઈ ખીમજીભાઈ સોલંકી, સાગરભાઈ બળદેવભાઇ સોલંકી, હસમુખભાઇ ડાયાભાઈ ચૌહાણ, રાજુભાઈ બાબુભાઈ વાણીયા, ભાવેશભાઈ નટવરભાઈ સોલંકી અને આકાશભાઈ દલાજી તેરવાડીયાને રૂ. 4760ના મુદામાલ સાથે વઢવાણ પોલીસે ઝડપી લીધા હતા.

થાન | થાનગઢમાં જુગારની બદીનાબુદ કરવાની સુચનાને લઇ પીઆઇ એ.એચ.ગોરીના માર્ગદર્શનમાં પોલીસ ટીમે કાર્યવાહી હાથ ધરી હતી.પોલીસ ટીમ તાલુકા વિસ્તારમાં હોવા દરમિયાન જુગાર અંગે બાતમી મળી હતી.આથી નવાગામે દરોડો કરવામાં આવ્યો હતો જ્યાં જાહેરમાં જુગાર રમતા લોકોમાં પોલીસને જોઇ દોડધામ મચી હતી.પરંતુ તૈયારી સાથે આવેલ પોલીસે જયેશભાઇ રમેશભાઇ સારલા, ભીમાભાઇ સાર્દુલભાઇ વડેસા, ખોડાભાઇ પ્રેમજીભાઇ કુણપરા, કિશનભાઇ નવઘણભાઇ સારલા, મુકેશભાઇ લાલાભાઇ મગવાનીયા, નિતીનભાઇ રઘુભાઇ કુણપરા, હરેશભાઇ અરજણભાઇ મગવનીયા, મનસુખભાઇ મશરૂભાઇ કુણપરા તમામ રહે નવાગામને ઝડપી પાડ્યા હતા.તેમની પાસેથી રૂ.12,160 રોકડા જપ્ત કરી જુગાર અંગે ગુનો નોંધાયો હતો.

હળવદ | હળવદના ડુંગરપુર ગામે નાઇટ પેટ્રોલિંગ દરમિયાન પોલીસે જુગારધામ પર દરોડો કર્યો હતો. જ્યાંથી પોલીસે વિજયભાઇ દેવાભાઇ ફિસડીયા, સંતરામભાઇ અવચરભાઇ વિઠ્ઠલાપરા, જયસુખભાઇ હેમુભાઇ ફિસડીયારોહિતભાઇ પ્રભુભાઇ ફિસડીયા, અજીતભાઇ લખમણભાઇ જખવાડિયાને ઝડપી પાડ્યા હતા.જ્યારે પ્રહલાદભાઇ કરશનભાઇ સુરાણી, વિક્રમભાઇ ગણેશભાઇ માહરણીયા ફરાર થઇ ગયા હતા. આ જુગારના દરોડામાં 12,600નો મુદ્દામાલ પકડીને તમામ જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...