ગુરુવારે સુરેન્દ્રગનર, લીંબડી, ચુડામાં જુગારના દરોડાઓ પાડવામાં આવ્યા હતા. જેમાં કુલ 23 આરોપી પકડાયા અને 3 નાસી છૂટ્યા હતા.આરોપીઓ પાસેથી કુલ 1,33,460નો મુદામાલ જપ્ત કરાયો હતો.
જોરાવરનગર પોલીસ ટીમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હોવા દરમિયાન લટુડા ગામના સ્મશાનમાં જુગાર રમાતો અંગે બાતમી મળી હતી. પોલીસ ટીમે દરોડો કરતા લટુડાના પ્રશાંતભાઇ હીંમતભાઇ મકવાણા, લટુડાના ડાયાભાઇ લક્ષ્મણભાઇ પનારા, ભદ્રેશીના મેહુલભાઇ મોતીભાઇ પરમારને ઝડપી પાડ્યા હતા.તેમની પાસેથી રોકડા રૂ.670 જપ્ત કરી જુગાર અંગે ગુનો નોંધાવાયો હતો.
ચુડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પોલીસ ટીમ દ્વારા પેટ્રોલિંગ કામગીરી હાથ ધરાઈ હતી ત્યારે ઈ.પીએસઆઈ કે.એચ.ઝનકાત, ભરતભાઈ સભાડ સહિત પોલીસ કર્મીઓએ કરોડ ગામની સીમમાં ગણપત સવા જોગરાજીયા અને રણજીત ઉર્ફે રણુ ભુપત ખવડને તીનપતીનો જુગાર રમતા ઝડપી લીધા હતા. પરંતુ મહેશ રાણીંગ ખાચર, દિપા વિઠ્ઠલ રોજાસરા અને મુકેશ ઈશ્વર રોજાસરા પોલીસને આવતી જોઈ ભાગી છૂટયા હતા. પકડાયેલા શખસો પાસેથી 68,490 રૂ.નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.
લીંબડી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પોલીસ ટીમ દ્વારા પેટ્રોલિંગ કામગીરી હાથ ધરવામાં આવી હતી ત્યારે પીએસઆઈ વી.એન.ચૌધરી, મયુરધ્વજસિંહ ઝાલા સહિત પોલીસ ટીમે બોરાણા ગામે મંદિર પાછળ તીન પત્તીનો જુગાર રમતા રમેશ હમીર ગઢવી, સંજય રામ ગઢવી, ખોડા ગગજી ચિહલા અને હરેશ સવશી ચિહલાને ઝડપી પાડ્યા હતા. પકડાયેલા શખસો પાસેથી 17,100 રૂ.નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.
લીંબડી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પોલીસ ટીમ દ્વારા પેટ્રોલીંગ કામગીરી હાથ ધરવામાં આવી હતી ત્યારે ઉંટડી ગામના રાવળવાસમાં તળાવના કાંઠે આવેલા ચોકમાં અમુક શખસો જુગાર રમી રહ્યાની બાતમી મળી હતી. પીએસઆઈ વી.એન.ચૌધરી, મયુરધ્વજસિંહ ઝાલા સહિત પોલીસ ટીમે બાતમીના સ્થળે દરોડો પાડી તીન પત્તીનો જુગાર રમતા મુકેશ કલા ચાવડા, રાજેશ વાલજી ચૌહાણ, ફિરોઝ બચુ પઠાણ, રમેશ નટુ મીઠાપરા, અમીન યુનુસ ઢુંઢા, રમેશ ધીરૂ ઠોળીયા અને જાહિદ મહોમદ પરમારને ઝડપી પાડ્યા હતા. પકડાયેલા શખસો પાસેથી 23,600 રૂ.નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.
હળવદ: પોલીસે બાતમીના આધારે મહાવીર પાર્કના રહેણાંક મકાનમાં રેડ કરી હતી. જેમાં હળવદના મહિપાલ જગુભા ધાંધલ, કૌશિકભાઈ પ્રવીણભાઈ ગોસ્વામી, પંકજભાઈ જગદીશભાઈ જોશી, યાગ્નિકભાઈ વાસુદેવભાઈ ગોપાણી અને મોરબી જિલ્લાના બહાદુરગઢના નવઘણભાઈ કાનજીભાઈ ચાવડા તેમજ નાગડાવાસમાં રહેતા શ્યામભાઈ મેણંદભાઈ રાઠોડને પકડી લીધા હતા. આ રેડમાં રૂ. 57,300ની રોકડ, રૂ. 15,000ની કિંમતના 3 મોબાઇલ સહિત કુલ રૂ. 72,300નો મુદામાલ જપ્ત કર્યો હતો. આ રેડમાં પીઆઈ એમ.વી.પટેલ, કિશોરભાઈ સોલગામા, દેવેન્દ્રસિંહ ઝાલા, કિરીટભાઈ જાદવ, તેજપાલસિંહ ઝાલા, બીપીનભાઈ પરમાર, કમલેશભાઈ પરમાર,ગંભીરસિંહ ચૌહાણ સહિતના સ્ટાફે કામગીરી કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.