કાર્યવાહી:જિલ્લામાં મૂળી, લખતર, ચુડા, સાયલામાં જુગારના દરોડા : 25 જુગારી પકડાયા

સુરેન્દ્રનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કુલ 1,09,770નો મુદ્દામાલ જપ્ત કરાયો હતો

જિલ્લાના શહેરી તેમજ ગ્રામ્ય પંથકમાં ચાલતી જુગારની બદીને નાબૂદ કરવા પોલીસ વડાની સૂચનાથી કાર્યવાહી હાથ ધરાઇ છે. રવિવારે મૂળી, લખતર, ચૂડા, સાયલામાં જુગારના દરોડા પડાયા હતા. જેમાં કુલ 25 આરોપી પકડાયા. જ્યારે આરોપીઓ પાસેથી કુલ 1,09,770નો મુદ્દામાલ જપ્ત કરાયો હતો.

મૂળી - સરા ઓ પી વિસ્તારનાં દેવાભાઇ રબારી,રવિરાજસિંહ ઝાલા, દિગ્વિજય સિંહ ઝાલા સહિતનાં પેટ્રોલિંગમાં હતા ત્યારે બાતમી મળી હતી કે મૂળીનાં જેપર ગામે મહારાજની દુકાન પાસે કેટલાક લોકો જુગાર રમે છે. પોલીસે રેડ કરતા જેમાં જુગાર રમતા નાળીયેરીનાં દુદાભાઇ બારૈયા, સુરેશભાઇ ઉર્ફે સુરો રવાભાઇ બારૈયા, જેપર નાં પ્રવિણભાઇ પ્રેમજીભાઇ, રાજુભાઇ નરશીભાઇને જુગાર રમતા ઝડપી સ્થળ પરથી 6 હજાર રોકડા ,૨ મોટરસાઇકલ સહિત 61 હજારનો મુદામાલ જપ્ત કરાયો હતો.

લખતર -લખતર પોલીસ ટીમને રાત્રી પેટ્રોલિંગ દરમિયાન વડલા ગામે જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમી મળી હતી. જુગાર રમતા 8 શખસ મળી આવતાં રેડ કરી ઝડપી પાડ્યા હતા. જેમાં જીગ્નેશભાઇ નરશીભાઈ ભાંભરીયા, સુરેશભાઇ લાભુભાઈ ભાંભરીયા, મેલાભાઇ રણછોડભાઈ ભાંભરીયા, શ્રવણભાઇ બળદેવભાઈ વડલીયા, વિષ્ણુભાઇ હિંમતભાઈ ભાંભરીયા, સુરેશભાઇ ધારશીભાઈ ભાંભરીયા, કમલેશભાઇ જનકભાઈ ભાંભરીયા તથા મેલાભાઇ નરશીભાઈ ભાંભરીયા રહે.તમામ વડલાને રોકડ રૂ.10,130 સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરી છે.

ચુડા -ચુડા શહેરમાં પોલીસ ટીમ દ્વારા પેટ્રોલિંગ દરમિયાન વાલજીભાઈ વડેખણીયાને ગુલાબનગરમાં જુગાર રમતા હોવાની રાહે બાતમી મળી હતી. ઈ.પીએસઆઈ કે.એચ.ઝનકાત, ભરતભાઈ સભાડ સહિત પોલીસ ટીમે બાતમીના સ્થળે દરોડો પાડી ઈકબાલ અજીમ ઠાસરીયા, બળદેવ ભુપત પંચાળા, હસન અબ્દુલ પીલુડીયા અને મહેશ ચમન ડોડીયાને તીનપતીનો જુગાર રમતા ઝડપી પાડ્યા હતા. પકડાયેલા શખસો પાસેથી 10,350 રૂ.નો મુદ્દામાલ કબજે કરાયો હતો.

સાયલા - સાયલાના વખતપર ગામ પાસે જાહેરમાં ત્તીન પત્તીનો જુગાર રમતા હોવાની બાતમી મળતા પોલીસકર્મીઓએ દરોડો કર્યો હતો. જ્યાં વિનુભાઇ છગનભાઇ ખીમાણીયાના ઘર પાસે જુગાર રમતા ઘનશ્યામ ભગવાનભાઇ ખિમાણીયા, મનસુખ ભુપતભાઇ પંચાસરા, મનસુખભાઇ સુરાભાઇ પનાળા, વિનુ છગનભાઇ ખીમાણીયા, વાલજી લધુભાઇ ખીમાણીયાને ઝડપી લીધા હતા.જ્યારે રૂ.23,530 અને 5 મોબાઇલ સહિત રૂ.27,530ના મુદામાલ કબજે કરાયો હતો. જ્યારે રમેશભાઇ ધીરુભાઇ અઘારાના મકાન પાસે જુગાર રમતા જીણા પ્રભુભાઇ ભોજવીયા, દશરથ આત્મારામ ચૌહાણ, જીતુ રાણાભાઇ અઘારાને ઝડપી લઈ રૂ.1390ની રકમનો મુદામાલ ઝડપી લીધો હતો. સાયલા પોલીસે વખતપર, સાયલામાં જુગાર રમતા કુલ 9 પાસેથી 28920ના મુદામાલ સાથે ગુનો દાખલ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...