તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ચોટીલા તાલુકાના નવાગામ, દસાડા તાલુકાના મીઢાઘોડા અને સુરેન્દ્રનગર શહેરમાં પોલીસે જુગાર અંગે દરોડા કર્યા હતા. જેમાં રોકડ, મોબાઇલ અને બાઇક સહિત રૂપિયા 1,25,240ના મુદ્દામાલ સાથે 11 શખ્સો ઝડપાયા હતા. જયારે નવાગામના થયેલ દરોડામાં 7 શખ્સો ફરાર થઇ ગયા હતા.નાની મોલડી પોલીસે બાતમીને આધારે નવાગામ (દેવપરા) ગામની ઉગમણી સીમ દરોડો કર્યો હતો. જેમાં કલાભાઇ બિજલભાઇ સાકરીયા, ભરતભાઇ રણછોડભાઇ હદાણી, અને સુરેશભાઇ લખમણભાઇ મકવાણા ગંજીપાના વડે પૈસાની હારજીતનો જુગાર રમતા પકડાયા હતા.
આ દરોડામાં વીરજી લખમણ ખેરાળીયા, લાલજી રાહા દુમાદીયા, મનસુખ જેરામ દુમાદીયા, સંજય ખોડા ગાબુ, મુના હરજી બાવળીયા, મહેશ ડાયા સાકળીયા, હેમત ડાયા સાકળીયા ફરાર થઇ ગયા હતા. પોલીસે રોકડા રૂપિયા 14,110, 4 બાઇક કિંમત રૂપિયા 90 હજાર, 4 મોબાઇલ કિંમત રૂપિયા 4500 સહિત રૂપિયા 1,08,610નો મુદ્દામાલ કબજે કરાયો હતો. વધુ તપાસ બી.જે.પરમાર ચલાવે છે.સુરેન્દ્રનગર એલસીબી ટીમે બાતમીને આધારે મીઠાગોઢા ગામે દરોડો કર્યો હતો. જેમાં જુગાર રમતા નારણભાઇ મહાદેવભાઇ પંચાલ, અલારખાભાઇ હનીફભાઇ કુરેશી, જેશાભાઇ વેલાભાઇ પાટડીયા, ભરતભાઇ કાળાભાઇ ઝીંઝુવાડીયા, મહીપતભાઇ દેવશીભાઇ સુરેલા, રામાભાઇ જીવાભાઇ સડલીયા પાસેથી રોકડા રૂપિયા 16,070 કબજે કરી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરાઇ છે.
સુરેન્દ્રનગર શહેરના મહાલક્ષ્મી સીનેમા પાસે આવેલ ગલીમાં દરોડો કરાતા વરલી મટકાનો જુગાર રમતા ઇશ્વરલાલ બાબુલાલ મીણા અને જગદીશ ઘનશ્યામભાઇ પરાલીયા ઝડપાયા હતા. આ શખ્સો પાસેથી રોકડા રૂપિયા 560 કબજે કરી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરાઇ છે.
પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.