તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાજપના નેતા સામે કાર્યવાહી:હળવદ નગરપાલિકાના કારોબારી ચેરમેનના કારખાનામાંથી જુગારધામ ઝડપાયું, દારૂની 14 બોટલ પણ મળી આવી

સુરેન્દ્રનગર10 દિવસ પહેલા
  • કૉપી લિંક
હળવદ નગરપાલિકાના કારોબારી ચેરમેન અશ્વિન કણઝારિયા - Divya Bhaskar
હળવદ નગરપાલિકાના કારોબારી ચેરમેન અશ્વિન કણઝારિયા
  • કારોબારી ચેરમેન સહિત 10 લોકો સામે પોલીસે ગુનો નોંધી કાર્યવાહી કરી

મોરબી જિલ્લાના હળવદમાં ભાજપના નેતાના મિનરલ વોટરના કારખાનામાંથી જુગારધામ અને દારૂનો જથ્થો મળતા ચકચાર મચી છે. મોરબી એલસીબીએ સ્થાનિક પોલીસને અંધારામાં રાખી હળવદ શહેરમાં દરોડો પાડતા હળવદ નગરપાલિકાના કારોબારી ચેરમેનના કારખાનામાંથી ચેરમેન સહિત 10 લોકો જુગાર રમતા ઝડપાયા હતા. સાથે અહીંથી દારૂની 14 બોટલ પણ મળી આવી હતી.

મોરબી એલસીબી ટીમને પાકી બાતમી મળી હતી કે હળવદની મોરબી ચોકડી પાસે આવેલ ભારત પેટ્રોલપંપની પાછળ આવેલા બેવરેજીસ નામના મિનરલ વોટરના કારખાનાની ઓફીસમાં આરોપી અશ્વીનભાઇ ઇશ્વરભાઇ દલવાડી (રહે. હળવદ) વાળો બહારથી માણસો બોલાવી ગંજીપતાના પાના વડે પૈસાની હારજીતનો જુગાર રમાડે છે.

જે આધારે એલસીબીએ દરોડો પાડતા (1) અશ્વીનભાઇ ઇશ્વરભાઇ કણજરીયા રહે. હળવદ (2) જગદિશભાઇ અવચરભાઇ ઓડીયા રહે હળવદ (3) દેવજીભાઇ કેશવજીભાઇ અઘારા રહે ઇશ્વરનગર તા.હળવદ (4) હિતેષભાઇ ગણેશભાઇ પારેજીયા રહે હળવદ (5) દેવજીભાઇ કાળુભાઇ ગોરીયા રહે જૂના દેવળીયા તા.હળવદ (6) યશવંતભાઇ કાનજીભાઇ પારેજીયા રહે. હળવદ (7) પ્રવિણભાઇ ધનજીભાઇ પ્રજાપતિ રહે. હળવદ (8) બળદેવભાઇ ભીખાભાઇ કણજરીયા રહે, હળવદ (9) યોગેશભાઇ વાલજીભાઇ સોનાગ્રા રહે ચરાડવા તા.હળવદ (10) ચંદુલાલ ધરમશીભાઇ પંચાસરા રહે હળવદ વાળાઓ રોકડ રૂપીયા 2,01,000 તથા મોબાઇલ ફોન નંગ-10 કિ.રૂ.32,000/- તથા મોટર સાયકલ કિ.રૂ. 1,00,000 મળી કુલ રૂ. 3,33,000ના મુદામાલ સાથે દશ આરોપીઓ રંગે હાથ ઝડપાઇ ગયા હતા.

આ ઉપરાંત, એલસીબી ટીમે કારખાના માલિક અશ્વીનભાઇ ઇશ્વરભાઇ કણજરીયા (રહે. હળવદ)ને સાથે રાખી કારખાનામાં તપાસ કરતા વોડકા ઇગ્લીંશદારૂની બોટલ નંગ 14 કિ.રૂ. 4200 મળી આવતા તેના વિરૂધ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં પ્રોહીબિશન એક્ટ મુજબ અલગથી ગુનો રજીસ્ટર કરાવેલ છે.આમ મોરબી એલસીબીને જુગારધારાનો એક તથા ઇગ્લીંશ દારૂનો એક એમ બે ગુના શોધી કાઢવામાં સફળતા મળેલ છે.

ઉલ્લેખનીય છે કે, મિનરલ વોટર નામનું કારખાનું ધરાવતા અશ્વિન કણઝારીયા હળવદ નગરપાલિકાના ચૂંટાયેલા સદસ્ય છે અને કારોબારી ચેરમેન તરીકેનો હોદ્દો પણ ધરાવે છે. ઉપરાંત, પક્ષમાં મોટાગજાનુ વર્ચસ્વ ધરાવતા હોય દારૂ જુગારના દરોડા બાદ મોટાગજાના નેતાઓએ પણ એડીચોટીની તાકાત લગાવી હતી પરંતુ કારી ફાવી ન હોવાનું સામે આવ્યું છે. જો કે લાંબા સમયથી અહીં મહેફિલો જામતી હોવા છતાં હળવદ પોલીસ કેમ આ ગોરખધંધો ન દેખાયો તે પણ વિચારવા જેવી બાબત છે જો કે એલસીબી ટીમે એક ઝાટકે કામગીરી કરતા કેટલાયને માઠું પણ લાગ્યું હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.

દારૂ અને જુગારનો આ ક્વોલિટી કેસ ઝડપી લેવાની કામગીરી એલસીબી પી.આઇ. વી.બી.જાડેજા, પી.એસ.આઇ. એન.બી.ડાભી, હેડ કોન્સ્ટેબલ દિલીપભાઇ ચૌધરી, શકિતસિંહ ઝાલા, પૃથ્વીસિંહ જાડેજા, પોલીસ કોન્સ્ટેબલ નિરવભાઇ મકવાણા તથા પેરોલ ફર્લો સ્કવોડના હેડ કોન્સ્ટેબલ વિક્રમસિંહ બોરાણા, સહદેવસિંહ જાડેજા,એએસઆઈ સંજયભાઇ પટેલ હેડ કોન્સ્ટેબલ દશરથસિંહ ચાવડા, પોલીસ કોન્સ્ટેબલ અશોકસિંહ ચુડાસમા વિગરે જોડાયેલ હતા.

અન્ય સમાચારો પણ છે...