આઝાદીના લડવૈયાનું કેન્દ્ર મુંજપર ગામ બન્યુ હતુ આઝાદીના સૈનીક ફુલચંદભાઇના નામપરથી મુંજપર ગામ ફુલગ્રામ બન્યુ છે. અહીં શિક્ષણનું કેન્દ્ર બનીને 500 સરકારી કર્મીઓ છે.હાલ ગામમાં સિંચાઇનું પાણી સમસ્યાથી ફુલગ્રામમાં ખેડૂતો રૂપી ફુલો સુકાઇ રહ્યા છે.
આઝાદીના સૈનીક ફુલચંદભાઈના નામ પરથી મુંજપર ગામનું નામ ફુલગ્રામ બન્યુ
આઝાદીના લડવૈયાનું કેન્દ્ર મુંજપર ગામ બન્યુ હતુ આઝાદીના સૈનીક ફુલચંદભાઇના નામપરથી મુંજપર ગામ ફુલગ્રામ બન્યુ છે. અહીં શિક્ષણનું કેન્દ્ર બનીને 500 સરકારી કર્મીઓ છે.હાલ ગામમાં સિંચાઇનું પાણી સમસ્યાથી ફુલગ્રામમાં ખેડૂતો રૂપી ફુલો સુકાઇ રહ્યા છે.
વઢવાણ અને સાયલા તાલુકાને સાથે નાતો ધરાવતા ફુલગ્રામનો ફુલો જેવો મહેકતો ઇતિહાસ છે.આઝાદીના સમયમાં મુંજપરગામ લડવૈયાઓનુ કેન્દ્ર બન્યુ હતુ. જેમાં ફુલચંદભાઇ શાહ, સ્વામી શિવાનંદજી, પ્રાણજીવન આચાર્ય વગેરે લડવૈયા મુંજપર ગામમાં ભેગા થતા હતા. જ્યારે ચમનભાઇ વ્યાસ, ભીખાભાઇ ગેડિયા સૈનીકો આઝાદી ચળવળમાં જાગૃતિનુ કામ કર્યુ હતું.
બોકસ-આઝાદીના લડવૈયા ફુલચંદનાઇના નામ પર ફુલગ્રામ બન્યા
ઝાલાવાડમાં મુળીનુ મુંજપર પરમાર મુજપર તરીકે ઓળખાય છે.જ્યારે ગોડયાનુ મુજપર વઢવાણનુ કહેવાય છે.ત્યારે વઢવાણના મુજપર ગામનુ કહેવાય છે.ત્યારે વઢવાણના મુજપર ગામનુ નામ ફુલગ્રામ પડ્યુ છે.જેમાં આઝાદીના લડવૈયા ફુલચંદભાઇ શાહનુ નામ હોવાનુ મનાય છે.ફુલગ્રામ આજે પણ આઝાદી અને શિક્ષણ કેન્દ્રની ફુલોની સુગંદ મહેકાવે છે.
સિંચાઇનુ પાણી અને સહકારી વાહનની સમસ્યા
ફુલગ્રામ નેશનલ હાઇવેને અડીને આવેલુ છે આ ગામને જોરાવરનગર સાયલા ટ્રેનની સુવિધા હતી પરંતુ હાલ બંધ છે. જ્યારે એસટી બસોના દુર્લભ દર્શન બન્યા છે.તેવુ વિનોદભાઇએ જણાવ્યુ છે. જ્યારે નટુભાઇ ભડવાણીયા અને રવીભાઇ મકવાણા, વનરાજભાઇ , પ્રવિણભાઇ જાળીયા વગેરે ફુલગ્રામને ફુલોથી મહેકતુ બનાવવાનો સંકલ્પ કર્યો છે. જેમાં સરકારના સહયોગ થકી સિંચાઇનું પાણી મળે તો સોનામાં સુગંધ ભળે તેમ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.