તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:પાટડી તાલુકાના ઉપરીયાળા ગામેથી રૂ. 4.28 લાખના મુદામાલ સાથે અમદાવાદના 12 જુગારીઓ ઝડપાયા

સુરેન્દ્રનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પાટડી તાલુકાના ઉપરીયાળા ગામેથી રૂ. 4.28 લાખના મુદામાલ સાથે અમદાવાદના 12 જુગારીઓ ઝડપાયા - Divya Bhaskar
પાટડી તાલુકાના ઉપરીયાળા ગામેથી રૂ. 4.28 લાખના મુદામાલ સાથે અમદાવાદના 12 જુગારીઓ ઝડપાયા
  • સુરેન્દ્રનગર એલસીબીએ જુગારના દરોડો પાડી રોકડા, 11 મોબાઇલ અને ઇકો કાર સાથે રૂ. 4.28 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો

સુરેન્દ્રનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ સહિતના પોલિસ સ્ટાફે બાતમીના આધારે ઉપરીયાળા ગામે રાઠું તલાવડી પાસે નર્મદા કેનાલ ઉપર બાવળની ઓથમાં જુગાર રમતા 12 શખ્સોને ઝડપી પાડ્યાં હતા. સુરેન્દ્રનગર એલસીબીએ જુગારના દરોડો પાડી રોકડા, 11 મોબાઇલ અને ઇકો કાર સાથે રૂ. 4 લાખ 28 હજાર 600નો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો.

સુરેન્દ્રનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ ડી.એમ.ઢોલ સહિતના પોલિસ સ્ટાફે બાતમીના આધારે પાટડી તાલુકાના ઉપરીયાળા ગામે રાઠું તલાવડીની સામે ઉપરીયાળા જોરાવરપુરા રોડ ઉપર ઉપરીયાળા ગામનો નવઘણ માનસંગભાઇ ઠાકોરની બોરવાળી વાડી પાસે આવેલી નર્મદા કેનાલની પેટા કેનાલ ઉપર બાવળની ઓથમાં જાહેરમાં ગંજીપાનાના પાના વતી તીનપત્તીનો પૈસાની હાર જીતનો જુગાર રમતા નવઘણ માનસંગભાઇ છનીયારા (ઠાકોર, રહે-ઉપરીયાળા), અંકિતસિંહ જીતેન્દ્રસિંહ ડોડીયા જાતે કારડીયા રાજપૂત (અમદાવાદ), ભાગ્યેશ ભરતભાઇ શાહ (અમદાવાદ), ઇશાક ઇસ્માઇલભાઇ મહમદ જાતે મુસલમાન (અમદાવાદ), નેમીશ અમૃતભાઇ પુછડીયા ( પટેલ, રહે- માણસા ), મહેબૂબ ફરીબભાઇ પીપળાવાળા જાતે-મુસલમાન ( અમદાવાદ ), ધનવંત રામજીભાઇ મકવાણા ( અમદાવાદ ), સંજય પ્રવિણગીરી ગૌસ્વામી જાતે બાવાજી (મોરબી), હિંમાશુ જગદિશભાઇ ચૌહાણ (મોરબી), સતાર રહેમાન કસાઇ જાતે મુસલમાન (નડીયાદ), શબ્બીર દાઉદભાઇ રૂપાવાળા જાતે વોરા ( અમદાવાદ ), હિંમત કરશનભાઇ પરમાર (અમદાવાદ)ને રોકડા રૂ. 87 હજાર 100, મોબાઇલ ફોન નંગ- 41 હજાર 500, ઇકો કાર કિંમત રૂ. 3 લાખ મળી કુલ રૂ. 4 લાખ 28 હજાર 600ના મુદ્દામાલ સાથે ઝબ્બે કરી પાટડી પોલિસે વધુ કાર્યવાહી હાથ ધરી છે. સુરેન્દ્રનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચના આ દરોડામાં પીઆઇ ડી.એમ.ઢોલ, વાજસુરભા, જુવાનસિંહ, હિતેશભાઇ સહિતનો પોલિસ સ્ટાફ સાથે હતો.

ઝીંઝુવાડાના સુરેલ ગામે 10 હજાર 240ની રોકડ સાથે જુગાર રમતા બે શખ્સો ઝડપાયા

ઝીંઝુવાડા પીએસઆઇ વી.બી.મલ્હોત્રા, આર.ડી.ભરવાડ અને મહાદેવભાઇ વણોલ સહિતના પોલિસ સ્ટાફે બાતમીના આધારે પાટડી તાલુકાના સુરેલ ગામે આંબાવાળો વાસમાં ચામુંડામાતાના મંદિર પાસે ખુલ્લી જગ્યામાં પૈસાની હારજીતનો જુગાર રમતા રોકડ રૂ. 10 હજાર 240 સાથે બાબુજી અણદાજી પાલૈયા ( ઠાકોર રહે-સુરેલ ) અને કાળુભાઇ મુળજીભાઇ વાસાણી (ઠાકોર રહે- સુરેલ)ને ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...