મુસાફરોને રાહત:આજથી જિલ્લામાંથી પસાર થતી ટ્રેનો નિયમિત નંબરો સાથે દોડશે

સુરેન્દ્રનગર22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સ્પેશિયલ ટ્રેનનું ભાડુ હવે પહેલાની જેમ જૂના ભાડા મુજબ

કોરોના કાળ દરમિયાન પશ્ચિમ રેલવે વિભાગ દ્વારા શરૂ કરાયેલી ટ્રેનો સ્પેશિયલ ટ્રેન જાહેર કરી હતી. જેના કારણે જૂના ભાડા કરતા ભાડુ પણ વધારે લેવામાં આવતું હતું. ત્યારે રાજકોટ અને ભાવનગર મંડળ દ્વારા પરીપત્ર જાહેર કરી હવે તમામ ટ્રેનો હવે નિયમિત નંબરો સાથે દોડાવાનું જાહેર કરાયું છે. આથી ટ્રેન આગળથી શૂન્ય નિકળી જશે અને જૂના ભાડા મુજબ ટ્રેનોનું ભાડું લેવાશે. આથી મુસાફરીને 20થી 25 ટકા જેટલા ભાડામાં રાહત મળશે.

વૈશ્વિક મહામારી કોરોનાના કારણે દરેક મેઇ અને એક્સપ્રેસ ટ્રેનોને સ્પેશિયલ કોવિડ એમએપીસી અને હોલી ડે સ્પેશિયલ એચસએસપી ટ્રેનના રૂપમાં સંચાલન કરવામાં આવતું હતંુ.જેના કારણે ટ્રેનોને સ્પેશિયલ ટ્રેન નામ અપાતા ભાડામાં પણ વધારો થવા પામ્યો હતો.જેમાં ટ્રેન આગળ શૂન્ય લગાવી વધુ ભાડુ લેવાતું હતું. આ અંગે રજૂઆતો થયા બાદ તાજેતરમાં પશ્ચિમ રેલવે વિભાગને આ તમામ ટ્રેનો તા.15 નવેમ્બર 2021થી તમામ ટ્રેનો નિયમિત ટ્રેન નંબર સાથે ચલાવવાનું નક્કી કરાયું છે.

આ અંગે પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારીની યાદીમાં જણાવ્યા મુજબ આ તમામ ટ્રેનો જે કોરોનાના કારણે સ્પેશિયલ ટ્રેન જાહેર કરાઇ હતી તે એમએચપીસી અને એસએસપી ટ્રેન સેવા નિયમિત નંબર મુજબ ચાલશે. અને તમામ શ્રૈણીની ટ્રેન માટે ટ્રેનના પ્રકાર અનુસાર ભાડુ લાગુ કરવામાં આવ્યું છે.

આથી સુરેન્દ્રનગર જિલ્લામાંથી પસાર થતી તમામ ટ્રેનોના ભાડા જૂના ભાડા મુજબ લેવાશે આથી મુસાફરોને ભાડામાં 20થી 25 ટકા જેટલો લાભ મળશે. દાત.ડેમુ ટ્રેનનું ભાડુ જે 10 હતું તે 30 થયું હતું તે ફરી રૂ.10 અને સ્પેશિયલ ટ્રેન એક્સપ્રેસ ટ્રેન જેનું ભાડુ 40માંથી 70 થયું હતું તે ફરી રૂ.40 થઇ જશે.આમ મુસાફરોને લાભ મળશે.

અન્ય સમાચારો પણ છે...