કાર્યવાહી:સાલખડા ગામની સીમ વાડીમાંથી દેશી દારૂની ભઠ્ઠી, આથો ઝડપાયો

સુરેન્દ્રનગર6 મહિનો પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગર એલસીબી પોલીસ ટીમે ચોટીલા સોલખડા ગામની સીમ વાડીમાંથી દેશીદારૂની ભઠ્ઠી ઝડપી પાડી હતી. - Divya Bhaskar
સુરેન્દ્રનગર એલસીબી પોલીસ ટીમે ચોટીલા સોલખડા ગામની સીમ વાડીમાંથી દેશીદારૂની ભઠ્ઠી ઝડપી પાડી હતી.
  • દારૂ, ભઠ્ઠીના સાધનો સહિત 7600નો મુદ્દામાલ જપ્ત, આરોપી ફરાર

સુરેન્દ્રનગર એલસીબી પોલીસ ટીમને ચોટીલા વિસ્તારમાં હોવા દરમિયાન દેશીદારૂ અંગે બાતમી મળી હતી. આથી સાલખડા ગામની સીમવાડીમાં દરોડો કરાતા દેશી દારૂની ભઠ્ઠી મળી આવી હતી. આથી દેશી દારૂ, આથો, ભઠ્ઠીના સાધનો સહિત મુદામાલ જપ્ત કર્યો હતો. જ્યારે ફરાર આરોપી સામે નાનીમોલડી પોલીસ સ્ટેશને ગુનો નોંધાયો હતો.

સુરેન્દ્રનગર જિલ્લામાં વધતી દેશી અને વિદેશી દારૂની બદીને નેસ્તોનાબૂદ કરવાની જિલ્લા પોલીસ વડાએ સૂચના આપી હતી. જેને લઇ એલસીબી પીઆઇ એમ.ડી.ચૌધરીના માર્ગદર્શનમાં ટીમે કાર્યવાહી હાથ ધરી હતી. એલસીબી પીએસઆઇ વી.આર.જાડેજા, એએસઆઇ વાજસુરભા, જુવાનસિંહ, ઋતુરાજસિંહ સહિત ટીમ ચોટીલા વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા . તે દરમિયાન દેશી દારૂ અંગે બાતમી મળી હતી. આથી સાલખડા ગામની પાછળ મહાણિયા વોકળા પાસે દનકુભાઇની વાડીમાં દરોડો કરાયો હતો.

જ્યાં પડતર ખરાબામાં દેશી દારૂ ગાળવાની ભઠ્ઠી મળી આવી હતી.આથી 200 લીટર દેશી દારૂ, 1800 લીટર આથો, ભઠ્ઠીના સાધનો મળી કુલ રૂ.7,600નો મુદ્દામાલ જપ્ત કરાયો હતો. જ્યારે શિવકુભાઇ દડુભાઇ જળુ (રહે. સાખલડા) અને તપાસમાં નામ ખુલે તેમની સામે નાની મોલડી પોલીસ સ્ટેશને દારૂ અંગે ગુનો નોંધાવાયો હતો.

અન્ય સમાચારો પણ છે...