મિત્રોએ જ યુવાનને હનીટ્રેપમાં ફસાવ્યો:વઢવાણના યુવાન પાસેથી રૂ. 2.15 લાખ પડાવી લેનારી યુવતી અને તેનો સાગરિત ઝડપાયા

સુરેન્દ્રનગર24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • હનીટ્રેપ કેસમાં યુવતી સહિત કુલ આઠ શખ્સો સામે એ ડીવીઝન પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઇ હતી

સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકામાં એક ગામમાં રહેતા યુવાનને સોશિયલ મીડિયામાં અજાણ્યા નંબરમાંથી મેસેજ આવ્યાં બાદ યુવતી સાથે વાત થવાની શરૂઆત થઈ હતી. જેમાં આ યુવતીએ અન્ય 7 શખ્સો સાથે મળી યુવાનને હનીટ્રેપની જાળમાં ફસાવ્યો હતો. સમયાંતરે ત્રણ વખત રૂપિયા 2.15 લાખ આપવા છતાં આ શખ્સો યુવકનો પીછો ન છોડતા ભોગ બનનારાને આત્મહત્યા કરવાનો વિચાર પણ આવ્યો હતો. અંતે પરિવારને ખબર પડતા મક્કમ બની યુવાને યુવતી સહિત 8 આરોપીઓ સામે સુરેન્દ્રનગર એ ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.
સોશિયલ મીડિયામાં યુવતી સાથે વાતચીત શરૂ કરી હતી
સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના નગરા ગામે રહેતા જગદીશભાઈ કાનાભાઈ ટીંબલ પાનનો ગલ્લો ચલાવે છે. તેઓને નવી કાર લેવી હોય મિત્ર સંજય કલોતરાને કહ્યું હતુ કે, મારી પાસે રૂપિયા 3.50 લાખની સગવડ છે. કોઈ કાર ધ્યાનમાં હોય તો કે. આ દરમીયાન જગદીશભાઈના મોબાઈલમાં અજાણ્યા નંબરથી મેસેજ આવ્યો હતો. ત્યારબાદ આ નંબર પર વાત કરવાની શરૂઆત થતા સ્નેહા મિસ્ત્રી નામની યુવતી સાથે જગદીશભાઈને અવારનવાર વાતો થવા લાગી હતી.
ભોગ બનનાર યુવાનને માર મારી મોબાઈલ અને રૂપિયા લઈ લીધા
અષાઢી બીજે સ્નેહાએ ભોગ બનનારા યુવાનને કાળા કાચવાળી ગાડી લઈને સુરેન્દ્રનગર બોલાવ્યા હતા. જેમાં યુવતીએ રતનપર બાયપાસ લઈ જવાનું કહેતા ભોગ બનનારા યુવાને કોઠારીયા તરફ કાર હંકારી હતી. જેમાં સ્નેહા સાથે પ્રેમભરી વાતો કર્યા બાદ સ્નેહાએ આજે મુડ નથી, તેમ કીધુ હતું. બાદમાં તા.22ના રોજ ફરી ભોગ બનનારા યુવાન અને સ્નેહા કારમાં મળ્યા હતા. ત્યારે અમુક શખ્સોએ આવી ભોગ બનનારા યુવાનને માર માર્યો હતો. જેમાં કારમાં રહેલા યુવાનના રૂપિયા 30 હજાર, મોબાઈલ લઈ લીધા હતા. ત્યારબાદ ભોગ બનનારા યુવાનના મિત્ર સંજય અને નરેશ દ્વારા પ્રથમ વાર રૂપિયા 1.35 લાખ અને ત્યારબાદ રૂપિયા 50 હજાર મળી કુલ રૂપિયા 2.15 લાખ ખંખેર્યા હતા.
અન્ય આરોપીઓને ઝડપી લેવા કવાયત શરૂ
આ શખ્સો અવારનવાર પૈસાની માંગણી કરતા ભોગ બનનારા યુવાનને આત્મહત્યા કરવાનો વિચાર કર્યો હતો. જેમાં પરીવારજનોએ મક્કમ થઈને ફરિયાદ કરવાનું કહેતા ભોગ બનનારા યુવાને સુરેન્દ્રનગર એ ડીવીઝન પોલીસ મથકે યુવતી સહિત 7 શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે. આ બનાવની ફરિયાદ નોંધાતા જ પોલીસે યુવતી સ્નેહાને રાધે ટેનામેન્ટમાંથી અને નરેશ ઉર્ફે બાબુને રાજકોટ રોડ પરથી ઝડપી લીધો હતો અન્ય આરોપીઓને ઝડપી લેવા વધુ તપાસ પીઆઈ એમ.ડી.ચૌધરી ચલાવી રહ્યા છે.
યુવતી પોતાના ખર્ચા પુરા કરવા હનીટ્રેપના રવાડે ચડી
હનીટ્રેપ કરનારી યુવતી સ્નેહા મિસ્ત્રી મુળ અમદાવાદની છે. તેની માતાએ બીજા લગ્ન કર્યા બાદ તેના સાવકા પિતા તેના પર નજર બગાડતા હતા. આથી માતાએ યુવતીના લગ્ન સુરત ખાતે કર્યા હતા. જેમાં યુવતીને મનમેળ ન આવતા ત્યાંથી છુટાછેડા લીધા હતા. બાદમાં 4 માસ પહેલાં તે સુરેન્દ્રનગરના રાધે ટેર્નામેન્ટ વિસ્તારમાં રહેવા આવી હતી અને અન્ય શખ્સો સાથે મળી આવી રીતે લોકોને હનીટ્રેપમાં ફસાવતી હતી. યુવતી બિયર અને મેલબોર્ન સીગારેટ પીવાની વ્યસની છે. પોતાના ખર્ચા પુરા કરવા તે હનીટ્રેપના રવાડે ચડી હતી.
તા. 22મીએ ભોગ બનનારા યુવાનને ઈકો કાર લેવાની હોવાથી તે મિત્રો નરેશ અને સંજય સાથે કારના શો રૂમમાં આવ્યા હતા. જ્યાંથી નરેશ ભોગ બનનારા યુવાનનું બાઈક લઈ ગયો હતો. જ્યારે ભોગ બનનારો યુવાન અને સંજય ઈકો કારમાં નીકળ્યા હતા. ત્યારે સ્નેહાનો ફરિયાદી પર સામેથી ફોન આવ્યો કે, સુરેન્દ્રનગર આવ્યા છો તો, મને કીધુ પણ નહી. તમે મને મળવા આવો તેમ કહી બહુચર હોટલ પાસે બોલાવ્યા હતા.
ગામના જ બે મિત્રોએ યુવાનને હનીટ્રેપમાં ફસાવ્યો હતો
ભોગ બનનારો યુવાન વઢવાણ તાલુકાના જે ગામનો છે, તે ગામમાં રહેતા 2 યુવાનો નરેશ ઉર્ફે બાબુ નાથાભાઈ કલોતરા અને સંજય જીલાભાઈ કલોતરા તેના મિત્રો છે. આ બન્ને યુવાનોએ જ સ્નેહાને ભોગ બનનારા યુવાનનો નંબર આપ્યો હતો અને બાદમાં બન્ને વચ્ચે વાતચીત ચાલુ થઈ હતી. સુરેન્દ્રનગર શહેરના કેનાલ રોડ પર હનીટ્રેપના સમયે ભોગ બનનારા યુવાન અને યુવતી સ્નેહા સાથે સંજય પણ ઈકો કાર લઈને ગયો હતો.
નર્મદા કેનાલના રસ્તે હનીટ્રેપને અંજામ અપાયો
સુરેન્દ્રનગર બહુચર હોટલથી સ્નેહા કારમાં બેઠા બાદ ભોગ બનનારા યુવાન સંજય અને સ્નેહા કારમાં નર્મદા કેનાલથી મુળચંદ જવાના રસ્તે ગયા હતા. જ્યાં સંજય કારની બહાર નીકળી ગયો હતો. જ્યારે ભોગ બનનારો યુવાન અને સ્નેહા કારમાં બેસી પ્રેમની વાતો કરી અંગત પળો માણવાની તૈયારી કરતા હતા, ત્યારે બે બાઈક પર પાંચ શખ્સો ધસી આવ્યા હતા. અને કાચ ખોલાવી એક શખ્સે આ મારી બેન છે, તેમ કહી ભોગ બનનારા યુવાનને લાફાવાળી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...