અનોખી શ્રધ્ધાંજલી:વઢવાણના બાળા ગામે અકસ્માતમાં મૃત્યુ પામનારા યુવકની યાદમાં મિત્રોએ મોક્ષધામમાં 50 વૃક્ષો વાવ્યાં

સુરેન્દ્રનગર6 દિવસ પહેલા
  • કૉપી લિંક
વઢવાણના બાળા ગામે અકસ્માતમાં મૃત્યુ પામનારા યુવકની યાદમાં મિત્રોએ મોક્ષધામમાં 50 વૃક્ષો વાવ્યાં - Divya Bhaskar
વઢવાણના બાળા ગામે અકસ્માતમાં મૃત્યુ પામનારા યુવકની યાદમાં મિત્રોએ મોક્ષધામમાં 50 વૃક્ષો વાવ્યાં
  • મિત્રની અણધારી વિદાય થતા મોક્ષધામને લીલું અને હરિયાળું બનાવવા વિવિધ જાતના વૃક્ષો વાવી શ્રધ્ધાંજલી અર્પણ કરી

સુરેન્દ્રનગરના વઢવાણ તાલુકાના બાળા ગામે માળી સમાજના સેવાભાવી આગેવાનનું માર્ગ અકસ્માતમાં મોત નીપજ્યું હતું. જેથી તેમના મિત્રોએ તેમને અનોખી રીતે શ્રધ્ધાંજલી અર્પણ કરી હતી. મિત્રની અણધારી વિદાય થતા મિત્રોએ મિત્રની યાદમાં બાળા ગામના મોક્ષધામમાં વિવિધ પ્રકારના 50થી વધુ વૃક્ષો વાવ્યાં હતા. મિત્રોએ ઉમદા કાર્ય સાથે ભાવભીની શ્રધ્ધાંજલી અર્પણ કરી હતી.

આ અંગે મળતી માહિતી મુજબ વઢવાણ તાલુકાના બાળાગામે રહેતા રાકેશભાઈ બળદેવભાઈ ઝીંઝુવાડીયા તેમના પત્નિ કોમલબેન ઝીંઝુવાડીયા, સહિત બંને પતિ પત્નિ બાળા ગામથી બાઈક લઈને સુરેન્દ્રનગર ખરીદી કરવા નિકળ્યા હતા. ત્યારે બાઈકને રીક્ષા ચાલકે અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઈક સવાર બાળા ગામના સેવાભાવી યુવાન રાકેશભાઈ ઝીંઝુવાડીયાનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું.

સેવાભાવી યુવાનનું મોત થતા તેઓના મિત્રોએ તેમની યાદમાં મોક્ષધામને લીલું અને હરિયાળું બનાવવા માટે વિવિધ જાતના 50થી વધુ વૃક્ષો વાવ્યાં હતા. પર્યાવરણના જતન માટે ઉમદા કાર્ય કર્યું હતું. બાળા ગામના હર્ષદભાઈ વ્યાસ, ગોંવિદભાઈ સારદીયા, નારાયણભાઈ ખેર, સહદેવભાઈ સાબળીયા સહિતના મિત્રોએ વૃક્ષો વાવી સ્વર્ગવાસ પામેલા રાકેશભાઈ ઝીંઝુવાડીયાને શ્રધ્ધાંજલી અર્પણ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...