સુરેન્દ્રનગર જિલ્લામાં ગરમીની સિઝનમાં એપ્રિલ મહિનો આકરો તપી રહ્યો છે. જેમાં ગરમી વધ-ઘટમાં સૌથી મહત્વના એવા ભેજ અને હવાની ગતીમાં વઘારે ઘટાડો થયોછે. શુક્રવારે વારે તાપમાન 24.2 લધુતમ અને મહતમ 41.8 ડિગ્રી રહ્યુ હતુ. જિલ્લામાં 1 દિવસમાં 1.6 લઘુતમ અને મહતમમાં ડિગ્રી ઘટાડો થયો છે.
ઝાલાવાડમાં એપ્રિલ મહિનો જાણે આકરો તપતા આકાસમાંથી અંગારા અને અગનગોળા વરસાવતી ગરમી પડી રહી છે.આથી ગરમીનો પારો સતત વધતો જતા જિલ્લામાં એપ્રિલ માસના પ્રથમ સપ્તાહમાંજ દિવસેજ આ વર્ષનું સૌથી વધુ 44ડિગ્રી તાપમાન નોંધાઇ ગયુ છે. એપ્રિલ માસમાં ગરમીના પારાએ ગતી પકડતા હજુ ગરમી વધવાની શક્યતાઓ વચ્ચે તા.15 એપ્રીલ શુક્ર વારે તેમાં લોકોને રાહત મળી ન હતી.
મહત્તમ તાપમન 41.8 તેમજ લઘુત્તમ તાપમાન 24.2 ડિગ્રી નોંધાયુ હતુ. જ્યારે પવન 19 કિ.મીની ગતી એ ફુકાવા સાથે હવામાં ભેજ 13 ટકા રહી હતી. છેલ્લા એક દિવસની સરખામણી કરીએ તો જિલ્લામાં હવાની ગતીમાં 6 કિ.મીનો વધારો આવ્યો છે. જ્યારે એક દિવસમાં ભેજ 2 ટકા વધારો આવ્યો છે.આમહવાની ગતી અને ભેજ વાતાવરણમાં ઠંડકનું મુખ્ય કારણ પૈકી એક હોવાથી 1 દિવસમાં 1.6 ડિગ્રી લઘુતમ અને 0.3 તાપમાન વધ્યુ હતુ.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.