પરીક્ષા:બપોરના પેપરમાં 12 કેન્દ્ર પર વારંવાર લાઇટ ડૂલ

સુરેન્દ્રનગર5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પરમિશન લઇ લાઇટ જવાના કારણે જેટલો સમય બગડ્યો તેટલો સમય વધુ ફાળવાયો - શિક્ષણાધિકારી

સુરેન્દ્રનગર જિલ્લામાં બોર્ડની પરીક્ષા શરૂ થયા બાદ પાંચમા દિવસેધો.12 સામાન્ય પ્રવાહનું સેક્રેટરીયલ પ્રેક્ટીશ, ભુગોળ અને ધો.12 સાન્યનું જીવવિજ્ઞાન પેપર યોજાયુ હતુ.જેના કુલ 12,109 પૈકી 11216 વિદ્યાર્થીઓ હાજર અને 893 ગેરહાજર રહ્યા હતા.જેમાં હજુ સુધી જિલ્લામાં એકપણ કોપીકેસ નોંધાયો નથી.

સુરેન્દ્રનગર જિલ્લામાં જિલ્લામાં હાલ બોર્ડની પરીક્ષા ચાલી રહી છે.જેમાં જિલ્લામાં 3 ઝોનલ કચેરીના 77 પરીક્ષા કેન્દ્રોએ ધોરણ-10ના 77, પરીક્ષા કેન્દ્રોના પરીક્ષા સ્થળોએ ધોરણ-12 સામાન્ય પ્રવાહના 58, ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહના કેન્દ્રોએ આમ જિલ્લામાં 135 પરીક્ષા કેન્દ્રોન પરીક્ષા શાંતી પુર્વક લેવાઇ રહી છે.જેના પાંચમા દિવસે શનિવારે જિલ્લા ભરમાં સવારે ભુગોળ અને ધો.12 સાયન્સમાં જીવવિજ્ઞાન પેપર યોજાયુ હતુ.જ્યારે બપોરે ધો.12નું સામાન્ય પ્રવાહનું સેક્રેટરીયલ પ્રેક્ટીસ અને વાણીજ્ય વ્યવહારની પરીક્ષા યોજાઇ હતી.

ત્યારે સુરેન્દ્રનગર શહેરમાં બપોર બાદ અચાનક વાદળછાયુ વાતાવરણ સર્જાવા સાથે પવન સાથે વરસાદ થયો હતો.આથી શહેરના અનેક વિસ્તારોમાં લાઇટો ગુલ થઇ ગઇ જતા વિજવિભાગ દોડતો થયો હતો અને તાત્કાલીક રીપેરીંગ હાથ ધર્યુ હતુ.આમ બપોરના પેપરમાં ચાલુ સમયે લાઇટો અવર જવર રહેતા જતા વિદ્યાર્થીઓ અકળાયા હતા.આ અંગે જિલ્લા શિક્ષણાધિકારી કે.એન.બારોટે જણાવ્યુ કે વરસાદના કારણે સુરેન્દ્રનગર શહેરમાં આવેલા 12 કેન્દ્રો પર લાઇટો અવરજવર થઇ હોવાની ફરીયાદ આવી હતી.

આથી વિદ્યાર્થીઓના હિતમાં શિક્ષણ બોર્ડમાંથી પરમીશન લઇ જેતે કેન્દ્રો પર જરૂરીયાત મુજબ 5 થી 15 મીનીટનો વધારાનો સમય ફાળવાયો હતો.આ ત્રણેય પેપર પ્રમાણમાં સરળ રહેતા સામાન્ય વિદ્યાર્થી પણ સારો સ્કોર કરી શકે તેવુ પેપર રહ્યુ હતુ.જિલ્લાના કુલ 12,109 વિદ્યાર્થીઓ પૈકી 11,216 હાજર રહ્યા હતા. જ્યારે 893વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા.જયારે હજુસુધી જિલ્લામાં એ પણ કોપી કેસ નોંધાયો નથી.હવે સોમવારે ધો.10નું વિજ્ઞા, ધો.12 સામાન્ય પ્રવાહનું સામાજીક વિજ્ઞાન, વાણીજ્યવ્યવસ્થા, ધો.12 સાયન્સનું ગણીતની પરીક્ષા યોજાશે.

અન્ય સમાચારો પણ છે...