તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સેવાકાર્ય:માતાપિતા ગુમાવનારાં બાળકોને વિના મૂલ્યે ફૂલસ્કેપ ચોપડા અર્પણ કરાયા

સુરેન્દ્રનગર22 દિવસ પહેલા
  • કૉપી લિંક

સુરેન્દ્રનગર શિવલાલ આણંદજી માકાસણા ટ્રસ્ટ ટીમે કોરોનામાં માતાપિતા ગુમાવનાર અને જરૂરીયાત મંદ બાળકોને નિશુલ્ક ચોપડા વિતરણનું આયોજન કર્યુ હતુ.

શિક્ષણ દિવસે દિવસે મોંધુ થવા સાથે ચોપડાના ભાવો પણ વધી રહ્યા છે.ત્યારે સુરેન્દ્રનગરમાં કોરોનાકાળમાં લોકોની સેવા કરનાર શિવલાલ આણંદજી માકાસણા સેવા ચેરીટેબલ ટ્રસ્ટે વિદ્યાર્થીઓ માટે પણ સેવાકાર્યનું આયોજન કર્યુ છે.આ અંગે ટ્રસ્ટી ચંદ્રેશભાઇ પટેલે જણાવ્યુ કે વિદ્યાર્થીઓને શિક્ષણમાં મદદરૂપ થવા આ પ્રયાસ છે. જેમાં કોરોનામાં માતાપિતા ગુમાવનાર બાળકોને વિના મુલ્યે ચોપડાનું વિતરણ કરવાનું આયોજન કરવામાં આવ્યુ છે. સાથે જરૂરીયાતમંદ બાળકોને ખુબ જ રાહત દરે ચોપડા અપાયા છે. જે ચોપડા વિદ્યાર્થીઓને બજારમાં રૂ.50થી 60માં વેતાતા મળે છે તે ચોપડા માત્ર રૂ.20માં અપાયા છે. જેનામાટે અમારા ટ્રસ્ટ અને પાટીદાર કર્મયોગી પરિવાર સુરેન્દ્રનગર દ્વારા ગુગલ લીંક https://docs.google.com/forms બનાવી છે.

જેમાં 6000 વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યુ છે તેની સામે 8000ચોપડાની વ્યવસ્થા કરી લેવાઇ છે જરૂર પડ્યે વધુ ચોપડા મંગાવવામાં આવશે. આ અંગે વધુ વિગતો માટે મુકેશભાઇ બદ્રેશીયાનો સંપર્ક કરવાનો રહેશે. આથી ટ્રસ્ટની ઓફિસેથી જિલ્લા ભાજપ પ્રમુખ જગદીશભાઇ મકવાણા, શહેર પ્રમુખ મહેન્દ્રભાઇ પટેલ સહિત આગેવાનોના હસ્તે વિતરણ કરવાની શરૂઆત કરાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...