તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

છેતરપિંડી:મોરબીમાં ઊંચા વ્યાજની લાલચ આપી એક પરિવાર સાથે 61 લાખની છેતરપિંડી, પરિવારે પૈસા પરત માગ્યા તો ભેજાબાજે ફોન પર મારી નાખવાની ધમકી આપી

સુરેન્દ્રનગર13 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • બેંકમાં મોટી રકમ ના રાખી રોકાણ કરાવવાના નામે છેતરપિંડી

મોરબીમાં એક મહિલા અને તેના પુત્રોને એસ.આઇ.પી.સ્કીમમાં નાણા રોકી ઉંચા વ્યાજની લાલચ આપી ભેજાબાજ ઠગે રૂ. 61.21 લાખની છેતરપિંડી કરી હોવાનો બનાવ સામે આવ્યો છે. જો કે આ ઠગાઈનો ભોગ બન્યા બાદ મહિલા અને તેના પુત્રોએ પરત પૈસા માંગતા ભેજાબાજ ઠગે ફોન ઉપર ખૂનની ધમકી આપી હતી. આ બનાવ અંગે મહિલાએ ફરિયાદ નોંધાવતા એ ડિવિઝન પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

આ બનાવની મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાંથી પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના રવાપર ધુનડા રોડ ઉપર ક્રિષ્ના સ્કુલની પાછળ આવેલ શુભ હિલ્સ–એ બ્લોકનં.103માં રહેતા રંજનબેન નવલકુમાર ધર્મકાંતભાઇ ઝા (ઉ.વ.51) એ આરોપી નીખીલભાઇ રાજેશભાઇ ચંદારાણા (રહે. મોરબી, યમુનાનગર) સામે ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદમાં જણાવ્યા મુજબ ફરીયાદીના દીકરા તથા સાહેદોને આરોપીએ વિશ્વાસમાં લઇ એસઆઇપી સ્કીમમાં સારૂ વ્યાજ મળશે તેમ કહી પૈસા રોકવાની લાલચ આપી કટકે કટકે પૈસા લઇ તેમજ આટલા પૈસા બેન્ક ખાતામાં તેમજ રોકડા રખાય નહી ઇન્કમટેક્ષમાં પકડાય જશો તેમ કહી ઇન્કમટેક્ષનો ખોટો ફોન કરાવી ફરીયાદી તેમજ સાહેદોને છેતરી ફરીયાદી તેમજ સાહેદો પાસેથી રોકડ તેમજ આંગડીયા દ્વારા તેમજ બેન્ક દ્રારા પૈસા ટ્રાન્સફર કરાવી લીધા હતા.

આ ભેજા બાજ નિખિલ ચંદારાણાએ કટકે-કટકે રૂ. 31 લાખ 21 હજાર 600તથા મકાનના સોદાના રૂ. 30,00,000મળી કુલ રૂ.61 લાખ 21 હજાર 600 લઇ જતા ફરીયાદી તથા તેમના દિકરાઓએ આરોપી પાસેથી પૈસાની માગણી કરતા રૂબરૂ તેમજ ફોન ઉપર ગાળો આપી નિખિલે ખુન કરી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે મહિલાએ ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી સામે આઇ.પી.સી.કલમ 406,420,504 ,506 (2),507 મુજબ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો