તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
વઢવાણના ખોડુમાં રહેતા યુવાને મોબાઇલમાં ડમ્પરના ફોટા જોઇ વડોદરા જઇ રૂ.1.50 લાખ બનાખાત પેટે આપ્યા હતા. ત્યારબાદ 12.50 લાખ આરટીજીએસથી ચૂકવ્યા હતા. ત્યારબાદ ડમ્પર પણ ન આપી અને પૈસા પરત ન કરી છેતરપિંડી કર્યાની વડોદરાના 2 શખ્સો સામે એ ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે.
વઢવાણ તાલુકાના ખોડુ ગામે રહેતા 40 વર્ષીય ભવાનીસીંહ રવીસંગભાઇ ખેર ખેતીકામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. તા. 9 ડિસેમ્બરના રોજ તેમના મિત્ર રામપરાના દલસુખભાઇએ મોબાઇલમાં ડમ્પરનો ફોટો બતાવ્યો હતો. આ ડમ્પર સસ્તામાં મળે તેમ હોવાથી ભવાનીસીંહે દલસુખભાઇ થકી વડોદરાના ઝુબેરભાઇ સુમરાભાઇનો સંપર્ક કર્યો હતો. અને તે જ દિવસે ભવાનીસીંહ વડોદરા ડમ્પર જોવા માટે ગયા હતા. ઝુબેરભાઇએ તેમના ફોનમાંથી ઇન્ડોસ્ટાર કેપીટલ ફાયનાન્સના સાહેબ તરીકેની ઓળખ આપી ભાવેશભાઇ રણછોડભાઇ સોની સાથે વાત કરાવી હતી.
ત્યારબાદ વડોદરાના રામ ઓટો મોલ પાર્કીંગ યાર્ડમાં ઝુબેરભાઇ ડમ્પર જોવા લઇ ગયા હતા. ડમ્પર ભવાનીસીંહને ગમી જતા રૂપિયા 1.50 લાખ બાનાખત તરીકે આપ્યા હતા. જયારે બાકીની રકમ 12.50 લાખ આરટીજીએસથી ચૂકવી હતી. તા. 17 ડિસેમ્બરના રોજ તેઓ ડમ્પર લેવા જતા ઇન્ડોસ્ટાર કેપીટલ ફાયનાન્સ દ્વારા ડમ્પર લવાયુ હોવાનું તથા માલીક હપ્તા ભરીને લઇ ગયાનું ખૂલ્યુ હતુ.
જયારે જે એકાઉન્ટ નંબરમાં પૈસા મોકલ્યા હતા તેની તપાસ કરતા તે ઇન્ડોસ્ટાર કેપીટલ ફાયનાન્સનું નહી પણ ભાવેશ રણછોડભાઇ સોનીનું હોવાનું ખૂલ્યુ હતુ. બાદમાં કર્યાની ભવાનીસીંહે એ ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. બનાવની વધુ તપાસ પીએસઆઇ વાય.એસ.ચૂડાસમા ચલાવી રહ્યા છે.
પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.