તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પોલીસના દરોડા:સુરેન્દ્રનગરના ફુલગ્રામના પેટ્રોલ પંપના રૂમમાં જુગાર રમતા 14 શખ્સો ઝડપાયા

સુરેન્દ્રનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રોકડ, મોબાઇલ સહિત રૂ.2.84 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો
  • જુગાર રમાડનાર બંને શખ્સ ફરાર, તમામ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી

સુરેન્દ્રનગર એલસીબી પોલીસ ટીમને જુગાર અંગે બાતમી મળી હતી.આથી રામપરા રોડપરના યોગી પેટ્રોલપંપ રૂમમાં દરોડો કર્યો હતો. જ્યાં 14 શખ્સોની જુગાર રમતા ઝડપી પાડી તેમની પાસેથી રૂ.2.84 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો હતો.

સુરેન્દ્રનગર જિલ્લા એલસીબી ટીમે પેટ્રોલિંગ કાર્યવાહી સઘન કરી હતી. યોગેન્દ્ર દરજી અને દિપેન જીડિયા બંને મળી દિપેનના યોગી પેટ્રોલિયમમાં જુગાર રમાડતો હોવાની પોલીસને બાતમી મળી હતી. આથી રામપરાના યોગી પેટ્રોલિયમના રૂમમાં દરોડો કરતા બહારથી માણસો બોલાવી જુગાર રમતા લોકો જણાયા હતા.પોલીસે જોરાવરનગરનો ખાલીદ મુસ્તુફા મમાણી, ઇકબાલ ગફારભાઇ મમાણી, અબ્દુલ ઇકબાલભાઇ બાબી, અસ્લમ સતારભાઇ ભાડુલા, હનીફ અબ્બાસભાઇ કટિયા, ઇમ્તિયાજ ગફુરભાઇ ઢુંસા, હનીફ અબ્બાસભાઇ કટિયા, ભવાન ઉર્ફે કાનો મનસુખભાઇ બાવળીયા, અલ્તાફ ઇબ્રાહિમભાઇ મમાણી (તમામ રહે. સુરેન્દ્રનગર), રાજકોટના અલ્તાફ હૈદરમિયા સૈયદ, સલીમ અબ્દુલભાઇ કારીયાણી, ઇમરાન હબીબભાઇ બેલીમ, લીલાધરભાઇ ભોજરાજભાઇ મેઘાણી, રજાક નુરમહંમદભાઇ ચુડાસમા એમ 14 લોકોને ઝબ્બે કરી લીધા હતા.

તેમની પાસેથી રોકડા 2,36,500, મોબાઇલ-12 કિં.46,500 સહિત કુલ રૂ.2,84 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જ્યારે પોપટપરાનો યોગેન્દ્ર ઉર્ફે બકરો અતુલભાઇ સોલંકી અને ફુલગ્રામનો દિપેન કિરીટભાઇ જીડિયા ફરાર થઇ ગયા હતા. તમામ સામે અંગે ગુનો નોંધાયો હતો. આ કાર્યવાહીમાં પીઆઇ ડી.એમ.ઢોલ, એએસઆઇ એન.ડી.ચુડાસમા,વાજસુરભા, અજયસિંહ, જુવાનસિંહ, ભુપેન્દ્રકુમાર સહિત એલસીબી ટીમ જોડાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...