તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જીવલેણ હુમલો:મોરબીના વોર્ડ નંબર-1 ના કોંગ્રેસના પ્રમુખ ઉપર અજાણ્યા ચારથી પાંચ શખ્સો દ્વારા જીવલેણ હુમલો

મોરબી13 દિવસ પહેલા
 • કૉપી લિંક

મોરબી શહેરના વોર્ડ નંબર 1 ના કોંગ્રેસના પ્રમુખ ઉપર આજે તેમના ઘરે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો અને અજાણ્યા ચારથી પાંચ શખ્સો હાથમાં લોખંડના પાઇપ અને ધોકો લઈને તેના પર તૂટી પડ્યા હતા આ ઉપરાંત તેને પથ્થરના ઘા ઝીંકીને માર મારવામાં આવ્યો હતો જેથી કરીને ગંભીર ઇજાઓ થઇ હોવાના કારણે હાલમાં તેઓને સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા છે અને વધુ સારવાર માટે તેઓને ખાનગી હોસ્પિટલમાં લઇ જવામાં આવી રહ્યા હોવાનું હાલમાં સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી શહેરના વોર્ડ નંબર 1 ના કોંગ્રેસના પ્રમુખ કનુભાઇ લાડવા આજે સાંજના સમયે તેઓના ઘરે હતા ત્યારે અજાણ્યા ચારથી પાંચ શખ્સો હાથમાં લોખંડના પાઇપ લઈને તેના ઘર તરફ ધસી આવ્યા હતા અને તે કશું સમજે તે પહેલા તેઓની ઉપર લોખંડના પાઇપ અને ધોકા વડે હુમલો કરવામાં આવ્યો હતો અને તે પોતાનો જીવ બચાવવા માટે બંધ પડેલા ઘરની અંદર ઘૂસી ગયા હતા ત્યારે તેના ઉપર પથ્થરના ઘા ઝીંકીને મારવામાં આવી રહ્યો હતો અને ત્યારબાદ તેઓ જીવ બચાવવા માટે થઇ ઘર તરફ ભાગવા જતાં તે રસ્તા વચ્ચે પડી જતા તેને ચાર થી પાંચ શખ્સો દ્વારા લોખંડના પાઇપ અને ધોકા વડે માર મારવામાં આવ્યો હતો જેથી કરીને માથાને હાથ-પગ શરીરના ભાગે ગંભીર ઇજાઓ થઇ હોવાથી કનુભાઈ લાડવાને હાલમાં મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા છે અને વધુ સારવાર માટે તેઓને ખાનગી હોસ્પિટલમાં લઇ જવામાં આવી રહ્યા હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળે છે

અત્રે ઉલ્લેખનીય છે કે આજે મોરબી શહેરમાં પ્રાંત અધિકારીની કચેરી ખાતે જ્યારે મોરબી નગરપાલિકાના ઉમેદવારોના ફોર્મની ચકાસણી પ્રક્રિયા ચાલી રહી હતી ત્યારે વોર્ડ નંબર 1ના ઉમેદવારોના ફોર્મની ચકાસણી પૂર્ણ થયા બાદ તેઓ કચેરીની બહાર નીકળી રહ્યા હતા ત્યારે કનુભાઈ લાડવા અને વોર્ડ નંબર ૧ ના ભાજપના ઉમેદવાર દેવાભાઈ અવાડિયા વચ્ચે બોલાચાલી થઇ હતી ગાળા ગાળી કરવામાં આવી હતી અને ઝપાઝપી થઈ હતી ત્યારબાદ લાકડી વડે અને ઢીકાપાટુનો માર મારવામાં આવ્યો હતો અને ત્યારબાદ ત્યાં હાજર રહેલ પોલીસ કર્મચારીઓ દ્વારા દેવાભાઈ અવાડિયા અને કનુભાઇ લાડવાને પકડીને બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવ્યા હતા જોકે ત્યારબાદ આ બનાવ અંગે પોલીસ ચોપડે કોઈપણ પ્રકારની ફરિયાદ નોંધાઈ નથી અને સમાધાન થયું હતું તેવી વાત હાલમાં જાણવા મળી રહી છે

જોકે મોડી સાંજે કનુભાઈ ઉપર અજાણ્યા શખ્સો દ્વારા લોખંડના પાઇપ અને ધોકા વડે જીવલેણ હુમલો કરવામાં આવેલ છે અને કનુભાઇને ગંભીર ઇજાઓ થઇ હોવાથી હાલમાં તેઓ સારવાર હેઠળ છે અને હાલમાં પોલીસની કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે ત્યારે જિલ્લા કોંગ્રેસના પ્રમુખની આગેવાનીમાં કોંગ્રેસના જિલ્લાના તમામ ઉમેદવારો અને આગેવાનો જિલ્લા કલેકટરને રજૂઆત કરવા ગયા ત્યાર બાદ પણ ભયનો માહોલ ઊભો કરવામાં આવ્યો છે અને આ વાતાવરણ વચ્ચે ચૂંટણી યોજાય તેવો ઘાટ દેખાયો છે જેથી કરીને આગામી દિવસોમાં ચૂંટણી કદાચ લોહી બને તો નવાઈ નથી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો