સાયલા દારૂકાંડ મામલો:રાજકોટના ચાર પોલીસ કર્મીઓના કોર્ટમાં જામીન મંજૂર, દર મહિને પોલીસ મથકે હાજર થવા આદેશ

સુરેન્દ્રનગર19 દિવસ પહેલા
  • કૉપી લિંક
રાજકોટના ચાર પોલીસ કર્મીઓના કોર્ટમાં જામીન મંજૂર - Divya Bhaskar
રાજકોટના ચાર પોલીસ કર્મીઓના કોર્ટમાં જામીન મંજૂર
  • રૂ. 25 હજારના જામીન પર તમામ પોલીસ કર્મીઓનો હાલ છુટકારો
  • પાસપોર્ટ જમા કરાવા પણ હુકમ, કોર્ટની મંજૂરી વગર ગુજરાત બહાર જવા પર પ્રતિબંધ

રાજકોટ ક્રાઇમ બ્રાન્ચના મહિલા પીએસઆઇ અને તેમના પાંચ માણસો સુરેન્દ્રનગરના સાયલા પોલીસ સ્ટેશનની હદમાં દારૂના ટ્રકનું પાઇલોટિંગ કરી રહ્યા હતા. તેમની સાથે ચાર પોલીસ કર્મીઓ હાજર હતા. ગુજરાતમાં પહેલીવાર આવું બન્યું છે કે, દારૂ ભરેલા ક્ન્ટેનરનું કોઈ મહિલા પીએસઆઈ પાયલોટિંગ કરી રહ્યા હતા. સાયલા નજીકથી રાજકોટ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ કર્મચારીઓએ દારૂ ભરેલા ટેન્કર ચાલકનું અપહરણ કરી તેને રાજકોટ લઇ ગયા હતા. ત્યારે સ્ટેટ મોનિટરિંગ સેલે (એસ.એમ.સી) તમામને ઝડપી પાડી સાયલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આ મામલે ચારેય પોલીસ કર્મચારીઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ થઈ હતી.

એસએમસીએ તેમને પકડી લઇ પુછપરછ હાથ ધરી હતી અને તેમને જેલભેગા કરવામાં આવ્યા હતા. ત્યારે તમામે લીંબડી એડીશનલ કોર્ટમાં જામીન અરજી કરતા કોર્ટે જામીન અરજી મંજૂર કરી હતી. જિલ્લાના સાયલા નજીકથી રાજકોટ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ કર્મચારીઓએ દારૂ ભરેલા ટેન્કર ચાલકનું અપહરણ કરી તેને રાજકોટ લઇ ગયા હતા. જોકે, આ મામલે ચારેય પોલીસ કર્મચારીઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ થઈ હતી.

લીંબડી એડીશનલ સેશન્સ કોર્ટ દ્વારા ચારેય પોલીસ કર્મચારીઓની જામીન અરજી મંજૂર કરવામાં આવી છે. જે અંગે મળતી માહિતી અનુસાર, રાજકોટ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ કર્મચારીઓ દેવાભાઇ જાદવભાઇ ધરજીયા, સુભાષભાઇ સોંડાભાઇ ઘોંઘારી, ઉપેન્દ્રસિંહ જયવીરસિંહ ઝાલા અને ક્રિપાલસિંહ નરપતસિંહ જાડેજાએ સુરેન્દ્રનગરના સાયલા નજીકથી દારૂ ભરેલા ટેન્કર ચાલકનું અપહરણ કરી તેને રાજકોટ લઇ ગયા હતા.

આ મામલે ચારેય પોલીસ કર્મચારીઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ થઈ હતી. જેમાં હાલ લીંબડી એડીશનલ સેશન્સ કોર્ટ દ્વારા પોલીસ કર્મચારીઓને રૂપિયા 25 હજારના જામીન પર છુટકારા સાથે તેઓની જામીન અરજી મંજૂર કરવામાં આવી છે. સાથે જ ચાર્જશીટ રજૂ ન થાય ત્યાં સુધી ચારેય પોલીસ કર્મચારીઓએ દર મહિનાની પહેલી તારીખે સંબંધિત પોલીસ મથકે હાજરી પુરાવવા અને પાસપોર્ટ જમા કરાવવા કોર્ટ દ્વારા આદેશ આપવામાં આવ્યો છે. એટલું જ નહીં કોર્ટની મંજૂરી વગર ગુજરાત બહાર ન જવા પણ કોર્ટે ચારેય પોલીસ કર્મચારીઓને આદેશ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...