અકસ્માત:ચોટીલાના મઘરીખડા ગામના પાટીયા પાસે કાર ખાડામાં ખાબકી, ચાર વ્યક્તિ ઇજાગ્રસ્ત

સુરેન્દ્રનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ચોટીલાના મઘરીખડા ગામના પાટીયા પાસે કાર ખાડામાં ખાબકી - Divya Bhaskar
ચોટીલાના મઘરીખડા ગામના પાટીયા પાસે કાર ખાડામાં ખાબકી
  • ડ્રાઇવરે સ્ટીયરીંગ પરથી કાબૂ ગુમાવતા કાર ખાડામાં ઉતરી ગઈ હતી
  • 108 એમ્બ્યુલન્સ મારફતે ચાર ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયાં

ગઈકાલે મંગળવારે સાંજે રાજકોટથી અમદાવાદ જઈ રહેલી કારના ચાલકે સ્ટીયરીંગ ઉપર કાબુ ગુમાવતા ચોટીલાથી 7 કિલોમીટર દૂર મઘરીખડા ગામના પાટીયા પાસે કાર ખાડામાં ખાબકી હતી. જેના પગલે કારમાં બેઠેલા પાંચ વ્યક્તિઓમાંથી ચાર વ્યક્તિઓ ઘાયલ થયા હતા, જેમાં બેની સ્થિતિ ગંભીર હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસને જાણકારી મળતા પોલીસ ઘટનાસ્થળ પર જવા માટે રવાના થઈ ગઈ હતી.

સૂત્રો અનુસાર સુરેન્દ્રનગર જિલ્લાના નેશનલ હાઇવે પર દિન-પ્રતિદિન અકસ્માતોના બનાવો વધી રહ્યા છે. જેમાં ગઈકાલે સાંજે રાજકોટથી અમદાવાદ જઈ રહેલી કારને ચોટીલાથી 7 કિમી દૂર મઘરીખડા ગામના પાટિયા પાસે કારના ડ્રાઇવરે સ્ટીયરીંગ પરથી કાબૂ ગુમાવતા બાજુમાં રહેલા ખાડામાં કાર ખાબકી હતી.

આ કારમાં ડ્રાઈવર સહિત પાંચ વ્યક્તિઓ મુસાફરી કરી રહ્યા હતા. જેમાંથી ચાર વ્યક્તિઓને ઇજા પહોંચી હતી. જેમાંના બે વ્યક્તિઓની સ્થિતિ ગંભીર હોવાનું જાણવા મળ્યું હતું. તાત્કાલિક ધોરણે 108 એમ્બ્યુલન્સ દ્વારા આ ચાર વ્યક્તિઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ત્યારે પોલીસને જાણ થતાં પોલીસે ઘટના સ્થળે પર પહોંચી તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...