તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઝઘડો:હળવદના સાપકડા ગામે જમીનના ડખામાં મારમારી, ચાર શખ્સોએ ઘાતક હથિયારો વડે હુમલો કર્યો

સુરેન્દ્રનગર9 દિવસ પહેલા
 • કૉપી લિંક
હળવદ પોલિસ મથક - Divya Bhaskar
હળવદ પોલિસ મથક
 • ઝઘડામાં વચ્ચે પડેલા અન્ય બે વ્યક્તિઓને ઇજાઓ થતાં સારવાર અર્થે ખસેડાયા
 • હળવદ પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી

હળવદના સાપકડા ગામે જમીનના ડખામાં મારમારી થયાની ઘટના સામે આવી છે. જેમાં ત્રણથી વધુ વ્યક્તિઓ ઘાયલ થતા આ તમામને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ બનાવમાં ચાર શખ્સોએ ધારીયા, ધોકા, પાઇપ જેવા હથિયારો વડે હુમલો કર્યો હોવાની હળવદ પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

આ મારમારીના બનાવની હળવદ પોલીસ સ્ટેશનથી પ્રાપ્ત વિગતો અનુસાર, ફરિયાદી શંકર ભીખાભાઇ નંદેસરીયા (ઉ.વ.55, રહે.સાપકડા, હળવદ)એ આરોપી ભુપત ગોરધનભાઇ કાંજીયા, નાનજી ગોરધનભાઇ કાંજીયા, મુન્ના ઘનશ્યામભાઇ કાંજીયા અને રામદેવ ભુપતભાઇ કાંજીયા સામે ફરિયાદ નોંધાવી હતી.

ગત તા.31 માર્ચના રોજ સવારના સાતેક વાગ્યાના અરસામાં સાપકડા ગામે ફરિયાદીના રહેણાંક મકાનની સામે ફરિયાદી તથા આરોપીને જમીન બાબતે અગાઉ ઝગડો થયેલો હતો, જે બાબતનો ખાર રાખી આરોપીઓએ ધારીયા, ધોકા, પાઇપ જેવા હથિયારો વડે ફરીયાદીપર હુમલો કર્યો હતો. જેમાં વચ્ચે પડેલા અન્ય બે વ્યક્તિઓને પણ ઇજાઓ પહોંચી હતી.

આ બનાવની ફરિયાદના આધારે પોલીસે ચારેય આરોપીઓ સામે આઇ.પી.સી. કલમ 323, 324, 325, 504, 506(2), 114 તથા જી.પી.એક્ટ કલમ 135 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો