લગ્નનો આનંદ માતમમાં ફેરવાયો:લીંબડીના કટારિયા પાસે ઇકો અને લક્ઝરી વચ્ચેના અકસ્માતમાં પાંચનાં મોત, રાજકોટથી યુવાનો રાજસ્થાનમાં લગ્નમાં જઈ રહ્યા હતા

સુરેન્દ્રનગર23 દિવસ પહેલા
ચાર યુવાનને કાળ ભરખી ગયો. - Divya Bhaskar
ચાર યુવાનને કાળ ભરખી ગયો.
  • 2 વ્યકિતને ઈજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલમાં ખસેડાયા હતા, જ્યા મોડી સાંજે વધુ એકનું મોત થતા કુલ 5ના મોત

લીંબડી-અમદાવાદ હાઈવે પર ગોઝારો અકસ્માત સર્જાયો છે. લીંબડીના કટારિયા ગામ પાસે ઇકો કાર અને ખાનગી લક્ઝરી વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં ચાર યુવાનનાં ઘટનાસ્થળે મોત નીપજ્યા છે, જ્યારે અન્ય બે યુવાનોને ઈજાઓ પહોંચતાં 108 દ્વારા સારવાર અર્થે લીંબડી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. જ્યા સારવાર દરમિયાન મોડી સાંજે વધુ એકનું મોત થયું હતું. જેથી અકસ્માતમાં કુલ 5 લોકોના મોત થયા છે. રાજકોટના યુવાનો રાજસ્થાનમાં લગ્ન પ્રસંગમાં જતા હતા એ દરમિયાન આ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ઇકો કારનો કચ્ચરઘાણ વળી ગયો છે. કારનાં પતરાં ચીરીને મૃતદેહો બહાર કાઢ્યા હતા.

પતરા ચીરીને મૃતદેહો બહાર કઢાયા હતા.
પતરા ચીરીને મૃતદેહો બહાર કઢાયા હતા.

લગ્નપ્રસંગમાં જતાં કાળ ભરખી ગયો
લીંબડી અમદાવાદ હાઈવે પર કાર અને ખાનગી લક્ઝરી બસ વચ્ચે રવિવારની રાતે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં ચાર લોકોનાં ઘટનાસ્થળે મોત નીપજ્યાં છે અને 2 લોકો ઈજાગ્રસ્ત થતાં તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યા સારવાર દરમિયાન વધુ એક વ્યક્તિનું મોત થયું છે. જેથી કુલ 5 લોકોના આ અકસ્માતમાં મોત થયા છે. કારમાં સવાર યુવાનો રાજસ્થાનમાં લગ્નપ્રસંગમાં હાજરી આપવા માટે જઈ રહ્યા હતા ત્યારે જ લીંબડી અમદાવાદ હાઇવે પર આ ગોઝારો અકસ્માત થયો હતો.

રાજકોટના યુવાનો રાજસ્થાન લગ્નમાં જઈ રહ્યા હતા.
રાજકોટના યુવાનો રાજસ્થાન લગ્નમાં જઈ રહ્યા હતા.

પતરા ચીરીને મૃતદેહોને બહાર કાઢાયા
અકસ્માતની ઘટનાની જાણ થતાં લોકોનાં ટોળેટોળાં ઘટનાસ્થળે દોડી જઇ બચાવકાર્યમાં જોતરાયા હતાં. ઘટનાની જાણ થતાં લીંબડી પોલીસ પણ તાકીદે ઘટનાસ્થળે પહોંચી હતી. લીંબડી પોલીસ અને સ્થાનિકોએ મૃતકોના મૃતદેહોને કારનાં પતરા ચીરીને બહાર કાઢ્યા હતા. મૃતદેહોને પીએમ માટે લીંબડી સરકારી હોસ્પિટલ મોકલી આપી અકસ્માતનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. આ અકસ્માતને પગલે રસ્તા પર ટ્રાફિકજામ થઇ ગયો હતો. બીજી બાજુ, આ યુવાનોના પરિવારને જાણ થતાં શોકમાં ડૂબ્યા છે.

મૃતકોનાં નામ

  • સાગરભાઇ જે. પવાર (ઉંમર વર્ષ- 27, હાલ રહે-રાજકોટ મૂળ વતન- રાજસ્થાન)
  • અનિલભાઈ બી. ચૌહાણ (ઉંમર વર્ષ- 25, રહે- રાજકોટ)
  • સંદીપભાઇ કે. જોટાણિયા. (ઉંમર વર્ષ- 25, રહે- રાજકોટ)
  • ઇમરાનભાઇ કે. સમા (ઉંમર વર્ષ- 24, રહે- રાજકોટ )
સાગર પવાર, મૃતક - રાજ મુકેશભાઇ, મૃતક
સાગર પવાર, મૃતક - રાજ મુકેશભાઇ, મૃતક

ઇજાગ્રસ્તોનાં નામ

  • રાઘવ સત્યપ્રકાશ (રહે- રાજકોટ)
  • રાજ મુકેશભાઈ (રહે-રાજકોટ )

આ અકસ્માતમાં ઈજાગ્રસ્ત રાજ મુકાશભાઈનું રાજકોટની હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોડી સાંજે મોત થયું છે.

ઈમરાન સમા, મૃતક
ઈમરાન સમા, મૃતક

લગ્ન હોવાથી સાગરના મૃત્યુની કોઈને જાણ નથી કરી
સાગરના સગા ભાઈનાં લગ્ન હતાં. એક તરફ વરરાજા ઘોડે ચડવાની તૈયારી કરી રહ્યા હોય ત્યારે સગા ભાઈનું અવસાન થાય તે પરીવાર ઉપર તો આભ ફાટી પડતું હોય છે પરંતુ મુહૂર્ત સચવાઈ જાય અને દીકરાનાં સાદગીથી લગ્ન થઈ જાય તે માટે પરિવારમાં સાગરના મોતની કોઈને જાણ કરી નહોતી. અને આથી સાગરનો મૃતદેહ લીંબડી સરકારી હૉસ્પિટલમાં જ રાખવામાં આવ્યો હતો.

સંદિપ જોટાણીયા, મૃતક
સંદિપ જોટાણીયા, મૃતક

સાગર અમારી કારમાં આવ્યો હોત તો બચી જાત
સાગરના ભાઈનાં લગ્ન હતાં. અમે મિત્રો આનંદ અને ઉલ્લાસ સાથે લગ્નમાં જવા માટે સાથે જ નીકળ્યા હતા. રાજકોટથી ચોટીલા આવ્યા એટલે ચા-પાણી પીવા માટે બંને ગાડી ઊભી રાખી હતી. એ વખતે સાગરે કહ્યું હતું કે હું તમારી ગાડીમાં આવી જાઉં છું, પરંતુ અમારી કારમાં 5 મિત્ર બેઠા જ હતા, વધુ કોઈ સમાય તેમ નહોતું.

અનિલ ચૌહાણ, મૃતક
અનિલ ચૌહાણ, મૃતક

આથી અમે સાગરને કહ્યું કે અત્યારે તું તારી જ કારમાં બેસ. આપણે અમદાવાદ વટીને ફેરવીશું. બંને કાર ચોટીલાથી સાથે નીકળી હતી. અમારી કાર તેમનાથી આગળ હતી. અમે બગોદરાથી થોડે દૂર હતા ત્યારે ખબર પડી કે બીજી કારને અકસ્માત થયો છે. અમે પાછા આવ્યા તો અમારા મિત્રોના મોત થયા હતા. જે મિત્રોનો સાથ છૂટી ગયો છે તેનું અનહદ દુ:ખ છે પરંતુ ચોટીલા જો સાગરની વાત માની હોત તે તે બચી જાત.’ - સરસરાજ, બીજી કારમાં બેઠેલો મિત્ર

અન્ય સમાચારો પણ છે...