અમરનાથ દુર્ઘટના:હળવદના ચાર મિત્રોએ કહ્યું- મહાદેવની કૃપાથી તમામ સુરક્ષિત છીએ, બાકી ઘટના એટલી ભયાવહ હતી કે કોઈ બચી ન શકે

સુરેન્દ્રનગર2 મહિનો પહેલા
  • હળવદના ચારેય યુવાનોનો પરિવારજનો સાથે સંપર્ક થઈ જતા મોટી રાહત

હળવદના ચાર યુવાન મિત્રો અમરનાથની યાત્રાએ ગયા બાદ ત્યાં વાદળ ફાટવાની ઘટના બાદ સર્પક વિહોણા બની ગયા હતા. ચારેય યુવાનો લાપતા બની જતા હળવદ રહેતા તેમના પરિવારજનો આકુળ વ્યાકુળ થઈ ગયા હતા. અંતે પરિવારજનો સતત સંપર્ક ચાલુ રાખતા તેમની મહેનત ફળી હતી. આ ચારેય યુવાનો અમરનાથમાં હેમખેમ હોવાના સગડ મળતા તેમના પરિવારજનોમાં ખુશીની લહેર દોડી ગઈ હતી.

ચાર યુવાનોના નામ
હળવદના પંચમુખી ઢોરો વિસ્તારમાં રહેતા શામજીભાઈ વશરામભાઈ ભરવાડ ( ઉં.વર્ષ 25 ), પ્રવીણ સિંધાભાઈ ભદ્રેશિયા ( ઉં.વર્ષ 25 ), પ્રવીણભાઈ રમેશભાઈ કુરિયા ( ઉં.વર્ષ 25 ), નયનભાઈ ગોરધનભાઈ બાબરીયા ( ઉં.વર્ષ 21 ) એમ આ ચાર વ્યક્તિઓ ગત તા.3ના રોજ અમરનાથ યાત્રાએ ગયા હતા. દરમિયાન અમરનાથમાં વાદળ ફાટવાની ઘટના બનતા યાત્રાળુઓ ફસાઈ ગયા હતા.

અમરનાથમાં વાદળ ફાટવાની ઘટનામાં હળવદના આ ચાર યુવાનો પણ એકબીજાથી વિખુટા પડી ગયા હતા. અને ચારેય યુવાનો સંપર્ક વિહોણા બની જતા હળવદમાં રહેતા તેમના પરિવારજનો ચિંતાતુર થઈ ગયા હતા. અને આ પરિવારજનો યુવાનોનો સંપર્ક કરવાનો પ્રયાસ કરતા હતા. દરમિયાન આજે ભારતીય લશ્કરી દળ મારફત હળવદના ચારેય યુવાનો સુરક્ષિત હોવાની હળવદમાં રહેતા તેમના પરિવારજનોને જાણ કરી દેવામાં આવી હતી. અને પરિવારજનોએ આ યુવાનો સાથે પણ વાતચીત કરી અને તેમનો સામાન હાલ બીજે ક્યાંક હોય સામાન આવી ગયા બાદ હળવદ પરત ફરશે તેવી વાત થઈ હતી.

અન્ય સમાચારો પણ છે...