ખનીજ ચોર પર તવાઈ:સુરેન્દ્રનગરના લીંબડી રોડ પરથી ગેરકાયદે ખનીજનું વહન કરતા ચાર ડમ્પર ઝડપાયા

સુરેન્દ્રનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી રોડ ઉપરથી ખાણખનીજ વિભાગે ગેરકાયદેસર ખનીજ વહન કરી પસાર થઇ રહેલા ચાર ડમ્પર ઝડપી પાડયા હતા. અને રૂા.90 લાખનો મુદામાલ સીઝ કરી કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે ખનીજ ચોરો સામે લાલ આંખ કરી કાર્યવાહી હાથ ધરતા ખનીજચોરોમાં ફફડાટ ફેલાઇ જવા પામ્યો છે.

અચાનક દરોડો પાડી ચાર ડમ્પરની તપાસ હાથ ધરી
આ અંગેની વિગત એવી છે કે, ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ સહિતનો સ્ટાફ લીંબડી રોડ ઉપર ખનીજ ચોરી થતી હોવાની બાતમીના આધારે ચેકીંગ કાર્યવાહીમાં ગોઠવાઇ ગયો હતો. તે દરમ્યાન અરજણભાઈ, જોરાવરસિંહ, જયેશભાઈ અને અરજણભાઈએ અચાનક દરોડો પાડી ચાર ડમ્પરની તપાસ હાથ ધરી હતી. તેમાં તેમની પાસે પરવાનો મળી આવ્યો ન હતો.

આ દરોડાથી ખનીજચોરોમાં ફફડાટની લાગણી ફેલાઇ
જેથી ગેરકાયદે ખનીજ વહન કરવામાં આવતુ હોવાથી ચારેય ખનીજ ભરેલા ચારેય ડમ્પર સહિત કુલ રૂા.90 લાખનો મુદ્દામાલ સીઝ કરી તેનો કબજો લીંબડી પોલીસને સોંપવામાં આવ્યો હતો. ખાણખનીજ વિભાગના આ દરોડાથી ખનીજચોરોમાં ફફડાટની લાગણી ફેલાઇ છે.

અન્ય સમાચારો પણ છે...