અકસ્માત:લખતર-વિરમગામ હાઇવે પર અજાણ્યા વાહનચાલકે પશુઓને અડફેટે લેતા ચાર ગાયના મોત

સુરેન્દ્રનગર21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આ અકસ્માતની ઘટનાથી પશુપાલકોમાં રોષની લાગણી અને વાહનચાલકને ઝડપી લેવા માંગણી

સુરેન્દ્રનગર જિલ્લાના લખતર-વિરમગામ હાઈવે ઉપર અકસ્માતોનું પ્રમાણ વધતુ જાય છે. જેમાં વહેલી સવારે પુરઝડપે જતા અજાણ્યા વાહનચાલકે પશુઓને અડફેટે લેતા ચાર ગાયોનાં ઘટનાસ્થળે જ મોત નિપજતા પશુપાલકોમાં રોષની લાગણી ફેલાવા પામી છે.

અજાણ્યા વાહન ચાલકે પશુઓને અડફેટે લેતા ચાર ગાયના ઘટનાસ્થળે જ મોત
આ અંગેની જાણવા મળતી વધુ વિગત એવી છે કે, સુરેન્દ્રનગર- વિરમગામ હાઈવે ઉપર એકબાજુ ફોર લેનની કામગીરી ચાલી રહી છે. તો બીજી બાજુ બેફામ ઝડપે દોડતા ડમ્પરો સહીતનાં વાહનો અવાર-નવાર અકસ્માતો સર્જે છે. ત્યારે લખતર-વિરમગામ હાઈવે પર ભાસ્કરપરા નજીક વહેલી સવારે અજાણ્યા વાહન ચાલકે પશુઓને અડફેટે લેતા ચાર ગાયના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા. જ્યારે એક ગાયને ગંભીર ઈજાઓ પહોચી હતી.

અકસ્માત સર્જી વાહનચાલક નાસી ગયો હતો
આ અકસ્માત સર્જી વાહનચાલક નાસી ગયો હતો. ઘટનાની જાણ થતા ગ્રામજનો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. આ ઘટનાથી પશુપાલકોમાં રોષની લાગણી ફેલાવા પામી છે. જ્યારે અકસ્માત કરીને ફરાર થઈ ગયેલા વાહનચાલકને ઝડપી યોગ્ય કાર્યવાહી કરવાની માંગણી ઉઠવા પામી છે.

અન્ય સમાચારો પણ છે...