જીવદયાપ્રેમીઓમાં રોષ:ચોટીલામાં ચાર આખલાઓ અને એક ગાય ઉપર આવારા તત્વોએ એસીડ ફેંક્યાં, પશુઓ ગંભીરરીતે ઈજાગ્રસ્ત થયા

સુરેન્દ્રનગર21 દિવસ પહેલા
  • કૉપી લિંક

સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલામા ચાર આખલાઓ અને એક ગાય ઉપર કોઈ અવારા તત્વોએ એસીડ ફેંકતા ચકચાર મચી છે. ચોટીલાના ખુશીનગર પાસે રખડતા આખલાઓ અને ગાય પર એસીડ ફેંક્યું હોવાથી પશુઓ ઈજાગ્રસ્ત થયા હતા. જેને લઈ જીવદયા પ્રેમીઓમાં આક્રોશની લાગણી ફેલાઇ છે.

દોષિતોને પકડી કડક કાર્યવાહી હાથ ધરવાની માંગ
ચોટીલામાં ગાય અને આખલાઓ ઉપર એસીડ એટેકની માહિતી મળતા જ જીવદયા પ્રેમીઓ‌ તાત્કાલિક એમની સારવાર માટે પહોંચી સારવાર હાથ ધરી હતી. પશુઓ ઉપર અવાર-નવાર એસીડ એટેકના બનાવોથી જીવદયાપ્રેમીઓમાં રોષ જોવા મળ્યો હતો. આ બાબતે રોષે ભરાયેલા ચોટીલાના જીવદયા પ્રેમીઓએ ચોટીલા પોલીસ અને સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડાને આ બાબતે ઉગ્ર રજૂઆત કરી દોષિતોને પકડી કડક કાર્યવાહી હાથ ધરવામાં આવે એવી વ્યાપક માંગ કરી છે.

અન્ય સમાચારો પણ છે...