તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સફળતાની સફર:પાટડીના નિવૃત શિક્ષકના ચાર પુસ્તકોનો કલકત્તાના વિખ્યાત પુસ્તકાલયમાં સમાવેશ

સુરેન્દ્રનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પાટડીના નિવૃત શિક્ષકના ચાર પુસ્તકોનો કલકત્તાના વિખ્યાત પુસ્તકાલયમાં સમાવેશ - Divya Bhaskar
પાટડીના નિવૃત શિક્ષકના ચાર પુસ્તકોનો કલકત્તાના વિખ્યાત પુસ્તકાલયમાં સમાવેશ
  • પાટડીના નિવૃત શિક્ષક દાદુભાઇ રબારીએ અત્યાર સુધીમાં બે રાષ્ટ્રપતિ એવોર્ડ સાથે અનેક એવોર્ડ મેળવ્યા

પાટડી તાલુકાની રામવડનેશ પ્રાથમીક શાળામાં આચાર્ય તરીકે નિવૃત થયેલા શિક્ષકે અત્યાર સુધીમાં બે રાષ્ટ્રપતી એવોર્ડ મેળવવાની સાથે અનેકો એવોર્ડ મેળવ્યા છે. વધુમાં એમણે લખેલા 10થી વધુ પુસ્તકોમાંથી ચાર પુસ્તકોનો કલકત્તા ખાતે આવેલા દેશના સૌથી મોટા પુસ્તકાલયમાંના એક એવા રાજા રામમોહનરાય લાઇબ્રેરી ફાઉન્ડેશનમાં સમાવેશ થયો છે. આ ચારેય પુસ્તકોની નકલ ગુજરાત રાજ્યના જાહેર ગ્રંથાલયોમાં પણ વિતરીત કરવામાં આવશે. હાલ પાટડી ખાતે રહેતા દાદુભાઇ રબારીનો જન્મ 01-06-1962ના રોજ પાટડી તાલુકાના ઝીંઝુવાડા ગામે થયો હતો. તાજેતરમાં જ પાટડી તાલુકાના નગવાડા છાવણીની રામવડનેશ પ્રાથમીક શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવી નિવૃત થયેલા દાદુભાઇ રબારીએ દેશના શ્રેષ્ઠ શિક્ષક અને શ્રેષ્ઠ બાળસાહિત્યકારના બે રાષ્ટ્રપતી એવોર્ડ રાષ્ટ્રપતિ અબ્દુલ કલામના હસ્તે મેળવવાની સાથે આંતરરાષ્ટ્રીય એવોર્ડ મેળવવાની સાથે ડઝન એવોર્ડ મેળવ્યા છે.

પાટડી ખાતે રહેતા દાદુભાઇ રબારીને નાનપણથી જ કવિતા અને ગીતોની રચના કરવાનો ગજબનો શોખ હતો. બાળસાહિત્યકાર તરીકે જાણીતા બનેલા દાદુભાઇ રબારીએ અત્યાર સુધીમાં 10થી વધુ પુસ્તકો બહાર પાડ્યા છે. આ 10 પુસ્તકોમાંથી એમણે લખેલી બાળવાટીકા 'મારી શ્રધ્ધાના દીવા', બાળ કાવ્યસંગ્રહ 'ચ ચકલીનો ચ' અને 'શ્રી સદગુરૂને શ્રદ્ધાજલિ' સહિતના ચાર પુસ્તકોનો દેશના કલકત્તા ખાતે આવેલા સૌથી મોટા પુસ્તકાલય રાજા રામમોહનરાય લાઇબ્રેરી ફાઉન્ડેશન (રારાલાફા)માં સમાવેશ કરવામાં આવ્યો છે.

એમની કવિતાઓનો ધો-3માં સંદર્ભ સાહિત્ય તરીકે સમાવેશ પાટડીના દાદુભાઇ રબારીએ લખેલા પુસ્તક 'રમતા ભણો, ગાતા ભણો' ને ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા રાજ્યના શ્રેષ્ઠ પુસ્તકનો એવોર્ડ અપાયેલો છે અને રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા એમની કવિતાઓ અને ગીતોનો ધો-3ના પાઠ્યપુસ્તકમાં સંદર્ભ સાહિત્ય તરીકે સમાવેશ કરાયો છે.

દાદુભાઇ રબારીની સાહિત્ય સાધના- સાચો દાનવીર- સાક્ષરતા અભિયાન- 1995- જય ઝાલાવાડ- સાક્ષરતા અભિયાન- 1996- ઝાંઝરી પહેરો ચકીબેન- બાળ કાવ્ય સંગ્રહ- 1997- ઢીંગલો મારો બોલે છે- બાળ કાવ્ય સંગ્રહ- 1998- બહાદુર બાળા ધૂળી- બાળ વાર્તા સંગ્રહ- 2000- રમતા ભણો, ગાતા ભણો- બાળ કાવ્ય સંગ્રહ- 2002- મારી શ્રધ્ધાના દીવા- વાર્તા સંગ્રહ- 2004- સદગુરૂને શ્રંધ્ધાજલી- 2005- ચ ચકલીનો ચ- બાળ કાવ્ય સંગ્રહ-2004* હેરીટેજ વિલેજ ઇઝ ઝીંઝુવાડા

કલકત્તાની દેશની સૌથી મોટી લાયબ્રેરીમાં ચારેય પુસ્તકોની 26-26 નકલો મોકલાવાયી

આ અંગે દાદુભાઇ રબારી જણાવ્યું કે, કલકત્તા ખાતે આવેલી દેશની સૌથી મોટી રાજા રામમોહનરાય લાઇબ્રેરીમાં મારા ચાર પુસ્તકોની પસંદગી કરી દરેક પુસ્તકની 26-26 નકલો એમણે મારી પાસે મંગાવી હતી જે મોકલી દેવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...