સુરેન્દ્રનગરમાં બારેમેધ ખાંગા:વઢવાણમાં બે કલાકમાં સાડા ચાર ઇંચ ખાબક્યો, ધ્રાંગધ્રામાં સાડા ત્રણ અને લીંબડીમાં અઢી ઇંચ વરસાદ

સુરેન્દ્રનગર5 દિવસ પહેલા
  • જિલ્લાના મોટા ભાગના તાલુકામાં ધોધમાર વરસાદ
  • ચુડામાં મંદિરની છત પર વીજળી પડતા સામાન્ય નુકસાન

ચોમાસા દરમિયાન અત્યાર સુધી પ્રમાણમાં ઓછો વરસાદ ધરાવતા સુરેન્દ્રનગર જિલ્લામાં આજે સવારથી મેઘરાજાએ બઘડાટી બોલાવી છે. સમગ્ર જિલ્લામાં મુશળધાર વરસાદ ખાબક્યો છે. વઢવાણમાં બપોરે 12થી 2 વાગ્યા સુધીમાં સાડા ચાર ઇંચ વરસાદ વરસતા જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી. આ સિવાય ધ્રાંગધ્રામાં સાડા ત્રણ ઇંચ, લીંબડીમાં અઢી ઇંચ, મુળીમાં દોઢ ઇંચ અને સાયલામાં પોણો ઇંચ વરસાદ પડ્યો છે.

સુરેન્દ્રનગર શહેરમાં દોઢ ઇંચ વરસાદ
સુરેન્દ્રનગર જિલ્લામાં સવારથી જ વરસાદી વાતાવરણ છવાયુ હતું અને સવારના 11:30 વાગ્યે વરસાદ શરૂ થયો હતો. વિજળીના કડાકા ભડાકા સાથે વરસાદ શરૂ થતા સુરેન્દ્રનગર શહેરમાં દોઢ ઇંચ જેટલો વરસાદ વરસી ગયો હતો. જેથી રસ્તા ઉપર પાણી ભરાઈ જવા પામ્યા હતા. જ્યારે વઢવાણમાં બે કલાકમાં સાડા ચાર ઇંચ ખાબક્યો હતો.

ચુડામાં મંદિરની છત પર વીજળી પડી
ધ્રાંગધ્રામાં એક કલાકમાં સાડા ત્રણ ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો. જેના લીધે ચારેકોર પાણી પાણી થઈ જવા પામ્યું છે. જ્યારે લીંબડી તાલુકામાં પણ અઢી કલાકમાં એક ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. તો ચુડામાં કડાકા ભડાકા વીજળી સાથે મંદિરની છત પર પડતાં સામાન્ય નુકસાન થયું છે.

ખેડૂતોમાં ખુશીનો માહોલ
સુરેન્દ્રનગર જિલ્લાના મોટા ભાગના તાલુકામાં અષાઢ બાદ શ્રાવણ મહિનામાં પણ સામાન્યથી લઈ અને ચાર ઇંટ જેટલો વરસાદ વરસ્યો છે. જેને લઇને ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે.

તસવીરોમાં જોઇએ ધોધમાર વરસાદ

અન્ય સમાચારો પણ છે...