ભાસ્કર વિશેષ:પાલક માતાએ સાવકી પુત્રીને 6 વર્ષ ઉછેરી, આધાર કાર્ડ ન બનતાં જનેતાને સોંપવા નારી અદાલત પહોંચી

સુરેન્દ્રનગર13 દિવસ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગર નારી અદાલત દ્વારા પાલક માતા પાસેથી જનેતાને તેની દિકરી સોંપવામાં આવી હતી. - Divya Bhaskar
સુરેન્દ્રનગર નારી અદાલત દ્વારા પાલક માતા પાસેથી જનેતાને તેની દિકરી સોંપવામાં આવી હતી.
  • પતિના અન્ય સ્ત્રી સાથેના મૈત્રીકરાર બાદ પુત્રી જન્મતાં મહિલાએ તરછોડી હતી
  • પતિનું મૃત્યુ થતાં પુત્રીના ઓળખના પુરાવા બનાવવામાં મુશ્કેલી પડતાં જનેતાને સોંપાઈ

શહેરમાં પાલક માતાએ સાચવેલી દીકરીને તેની જનેતાને સોંપવા માટે નારી અદાલતનું શરણું લીધું હતું ત્યારે દીકરીની જનેતાનો સંપર્ક થતાં અંદાજે સાડા છ વર્ષથી પોતાની સાથે રાખનારી પાલક માતા પાસેથી નારી અદાલત દ્વારા જનેતાને દીકરી સોંપાઈ હતી.

સુરેન્દ્રનગરમાં એક પુરુષ અને ત્રણ સ્ત્રીની વિચિત્ર ઘટનામાં આ કિસ્સો ધ્યાને આવ્યો હતો. પુરુષે પ્રથમ પત્નીને પુત્ર અને પુત્રી હોવા છતાં કોઈ કારણોસર છૂટાછેડા આપી દીધા હતા. ત્યાર બાદ બીજી મહિલા સાથે આ પુરૂષને મનમેળ થતાં તેની સાથે ઘરઘરાળુ સંબંધ હતા. બાદમાં ત્રીજી મહિલા સાથે પુરૂષે મૈત્રીકરાર કર્યા હતા. આ સમયગાળા દરમિયાન સંતાનમાં દીકરીનો જન્મ થયો હતો. જોકે 6 માસની દીકરીને પિતા પાસે જ મૂકીને માતાએ સંબંધોનો અંત આણ્યો હતો.

બીજી તરફ મૈત્રીકરાર બાદ જન્મેલી 6 માસની દીકરીને તેની પાલક માતાએ સાડા છ વર્ષ સુધી રાખી હતી અને દીકરીના પિતાનું 2 વર્ષ પહેલાં બીમારીના કારણે અવસાન થયું હતું પરંતુ પાલક માતા પાસે રહેલી આ દીકરીના કોઈ આધાર કાર્ડ કે પુરાવા નીકળતા નહોતા. આથી પાલક માતાએ તેની અસલ માતાનો સંપર્ક સાધવા માટે નારી અદાલતની મદદ લીધી હતી. ઉપરાંત દીકરીને તેની અસલ માતાને સોંપવા માટે કેસ નોંધાવ્યો હતો.

આથી નારી અદાલતના જિલ્લા કો-ઓર્ડિનેટર પુષ્પાબહેન પરમાર અને વઢવાણ તાલુકા કો-ઓર્ડિનેટર માધુરીબહેન વાઘેલાએ કેસના મૂળ સુધી પહોંચવા પ્રયાસો કર્યા હતા અને નારી અદાલતે નોટીસ આપી દીકરીની અસલ માતાને રૂબરૂ બોલાવીને પાલાક માતા પાસેથી દીકરીને અસલ માતાને સોંપવામાં આવી હતી. ઉપરાંત દીકરીના જરૂરી દસ્તાવેજ લેવડાવવા જાણકારી સાથે પ્રાથમિક માહિતી આપવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...