તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધમકી:સુરેન્દ્રનગરના પૂર્વ શહેર કૉંગ્રેસ પ્રમુખે કોઝવેના નબળા કામ અંગે સવાલ ઉઠાવતા ધમકી મળ્યાની ફરિયાદ

સુરેન્દ્રનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગરના પૂર્વ શહેર કૉંગ્રેસ પ્રમુખે કોઝવેના નબળા કામ અંગે સવાલ ઉઠાવતા ધમકી મળ્યાની ફરિયાદ - Divya Bhaskar
સુરેન્દ્રનગરના પૂર્વ શહેર કૉંગ્રેસ પ્રમુખે કોઝવેના નબળા કામ અંગે સવાલ ઉઠાવતા ધમકી મળ્યાની ફરિયાદ
  • આગેવાને કમલેશ કોટેચાને ફોનથી અને રૂબરૂમાં ધમકી આપતા ચકચાર
  • કાર્યવાહી કરવા સીટી એ ડિવિઝનમાં અરજી આપવામા આવી

સુરેન્દ્રનગર -જોરાવરનગરને જોડતા કોઝવેના નબળા કામ અંગે કોંગ્રેસ આગેવાને વિડીયો બનાવી સોશીયલ મિડીયામાં ફરતો કર્યો હતો. આથી તેઓને એક શખ્સે ફોનથી અને રૂબરૂમાં આવી ધમકી આપતા આ બાબતે કોંગ્રેસી આગેવાને સુરેન્દ્રનગર એ ડીવીઝન પોલીસ મથકે લેખિત રજૂઆત કરી કાર્યવાહીની માંગ કરી છે.

સુરેન્દ્રનગર - જોરાવરનગરને જોડતા પુલના કામ નબળુ થયુ હોવાના આક્ષેપ સામે કોંગ્રેસી આગેવાન કમલેશભાઇ કોટેચાએ વિડીયો બનાવી સોશીયલ મિડીયા પર ફરતો કર્યો હતો. આ અંગે એક શખ્સે તેમને ફોન પર અને રૂબરૂમાં ધમકી આપી હતી. આ બનાવ અંગે કમલેશભાઇ સુરેન્દ્રનગર એ ડિવીઝન પોલીસ મથકે લેખિત રજૂઆત કરી હતી. જેમાં જણાવ્યા મુંજબ તેઓએ તા.8-5-21ના રોજ સોશ્યલ મિડીયામાં જોરાવરનગરથી રાજહોટલવાળા પુલના ખરાબ કામ અંગે પોસ્ટ મુકી હતી. જેના અખબારોમાં સમાચાર છપાઇ પ્રસિધ્ધ થતા સાથે જેશીંગભાઇ રથવી નામના વ્યક્તીએ તેમના પર ફોન કરી મોબાઇલ પર ગાળો આપી ધમકી આપી હતી. ત્યાર બાદ સુરેન્દ્રનગર મહેતા માર્કેટ પર કમલેશભાઇ પહોંચ્યા ત્યારે તે શખ્સ ત્યાં હતા અને જાનથી મારી નાંખવાની ધમકી આપી ધોકો ગોતવા આજુબાજુની દુકાનમાં ગયા હતા. અને તેમની સાથે ઝપાઝપી કરી હતી. આ અંગે ફરીયાદ કરીશ તો જોઇ લઇશ તેવી ધમકી આપી હતી.આ બાબતે કાર્યવાહી કરવા માટે પોલીસને લેખીત રજૂઆત કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...