તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ત્રણ પેઢીનો નાતો તૂટ્યો:સુરેન્દ્રનગર વઢવાણ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ વિક્રમભાઈ દવે કોંગ્રેસમાંથી રાજીનામું, આમ આદમી પાર્ટીમાં જોડાવા તેવી ચર્ચા

સુરેન્દ્રનગર7 દિવસ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગર વઢવાણ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ વિક્રમભાઈ દવે કોંગ્રેસમાંથી રાજીનામું,  આમ આદમી પાર્ટીમાં જોડાવા તેવી ચર્ચા - Divya Bhaskar
સુરેન્દ્રનગર વઢવાણ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ વિક્રમભાઈ દવે કોંગ્રેસમાંથી રાજીનામું, આમ આદમી પાર્ટીમાં જોડાવા તેવી ચર્ચા
  • જિલ્લા પંચાયત તાલુકા પંચાયત નગરપાલિકામાં કોંગ્રેસની હાર થતા રાજીનામું આપ્યું
  • ત્રણ પેઢીથી કોંગ્રેસ સાથેનો નાતો હતો

સુરેન્દ્રનગર જીલ્લા કોંગ્રેસમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસના નબળા પ્રદર્શન બાદ આંતરિક વિખવાદ શરૂ થયા બાદ સુરેન્દ્રનગર-વઢવાણ શહેરના પુર્વ કોંગ્રેસ પ્રમુખ અને પૂર્વ ઉપ પ્રમુખ સહિત શહેરના 3 દિગ્ગજ નેતાઓના રાજીનામા પડ્યાની શાહી હજી સુકાઇ નથી ત્યાં સુરેન્દ્રનગર વઢવાણ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ વિક્રમભાઈ દવે કોંગ્રેસમાંથી રાજીનામું આપતા ચકચાર મચી જવા પામી છે. એમનો ત્રણ પેઢીથી કોંગ્રેસ સાથેનો નાતો હતો.

સુરેન્દ્રનગર જીલ્લામાં તાલુકા અને જીલ્લા પંચાયતોમાં અને નગરપાલિકાની ચૂંટણીમાં કારમી હારનો સામનો કરવો પડ્યોં હતો. એમાય કોંગ્રેસ હસ્તકની જીલ્લા પંચાયતમાં પણ ચૂંટણી બાદ ભાજપનો ભગવો લહેરાતા કોંગ્રેસ પક્ષમાં આંતરિક વિખવાદ શરૂ થયો હતો. આથી સુરેન્દ્રનગર શહેરના પૂર્વ પ્રમુખ કમલેશભાઇ કોટેચા અને પૂર્વ વઢવાણ શહેર કોંગ્રેસ પ્રમુખ અને સુરેન્દ્રનગર જીલ્લા માલધારી સેલના પ્રમુખ સતિષભાઇ ગમારા અને પૂર્વ વઢવાણ શહેર ઉપ પ્રમુખ જીતુભાઇ દલવાડીએ બે દિ'અગાઉ કોંગ્રેસમાંથી અચાનક રાજીનામું ધરી દેતા ચકચાર મચી જવા પામી હતી.

સુરેન્દ્રનગર વઢવાણ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ વિક્રમભાઈ દવે કોંગ્રેસમાંથી રાજીનામું આપતા ચકચાર મચી જવા પામી હતી. જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત તથા નગરપાલિકામાં કોંગ્રેસની હાર થતા રાજીનામું આપ્યું હોવાનો ગણગણાટ સાંભળવા મળી રહ્યોં છે. એમનો ત્રણ પેઢીથી કોંગ્રેસ સાથેનો નાતો હતો. આજે બપોરે બે વાગ્યે ગુજરાત રાજ્ય કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમીતભાઈ ચાવડાને રાજીનામું આપ્યું હતુ. સુરેન્દ્રનગર કોંગ્રેસમાં એક પછી એક ભંગાણ સર્જાતા સુરેન્દ્રનગરનું રાજકારણ ગરમાયુ હતુ. રાજીનામું આપનાર તમામ કોંગ્રેસના કાર્યકરો કાલે આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલીયાની હાજરીમાં આમ આદમી પાર્ટીમાં જોડાશે તેવી સંભાવના વ્યક્ત કરાઇ રહી છે.

અન્ય સમાચારો પણ છે...