રિસર્ચ:પક્ષીઓના DNA તપાસવા 3 રાજયના જંગલમાં સર્વે કરાયો

સુરેન્દ્રનગર17 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • 300થી વધુ પક્ષીઓનો સરવે કરવામાં આવ્યો
  • 180થી વધુ પ્રજાતિના પક્ષીનું રિસર્ચ કરાયું

સરકાર દ્વારા ઇન્ડીયન ઇન્સ્ટીયુટ ઓફ સાયન્સ એજયુકેશન એન્ડ રીસર્ચનો એક પ્રોજેકટ ચલાવવામાં આવી રહયો છે. જેની મુખ્ય ઓફિસ આન્ધ્રપ્રદેશના તીરૂપતી ખાતે આવેલી છે. આ સંસ્થા દ્વારા પક્ષીઓ માટે રીસર્ચ કરવાનું આયોજન કર્યુ હતુ. તેમાં અમદાવાદ યુનિર્વસીટીમાં બાયોલોજીકલ લાયફ સાયન્સીસ ડિપાર્ટમેન્ટના પ્રોફેસર દેવવ્રતસિંહ મોરી એક મહિનો મહારાષ્ટ્ર, ગોવા અને કર્ણાટકના ઘાસીયા જંગલોમાં પક્ષીઓના રીસર્ચ માટે ગયા હતા. જયા પક્ષીઓને જાળ બીછાવીને પકડવામાં આવતા હતા.

તેમના પગમાં નંબર વાળી એલ્યુમિનીયમની રીંગ પહેરાવી તેમના બ્લડના સેમ્પલની સાથે તેમના પગ, ચાંચ સહિતના સમગ્ર શરીરની લંબાઇના માપ લેવામાં આવ્યા હતા. જુદી જુદી 180થી વધુ પ્રજાતીના પક્ષીઓનું રીસર્ચ કરવામાં આવ્યુ હતુ. અને 300થી વધુ પક્ષીઓને પકડીને તેમનું સર્વે કરવામાં આવ્યુ હતુ. રીસર્ચ ટીમે લીધેલા સેમ્પલને આધારે આ પક્ષીઓની લોકલ અવરજવર અને તેમના અન્ય રાજયના પક્ષીઓના ડીએનએ નકકી કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...