તંત્ર આકરા પાણીએ:હળવદના રણમાં પ્રદુષણ ઓકતી કેમિકલ ફેક્ટરીઓ સામે વનવિભાગની લાલ આંખ

મોરબીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ફોરેસ્ટના અધિકારીઓએ ફેક્ટરીના કેમિકલ વેસ્ટના સેમ્પલ લીધા

કચ્છના નાના રણમા ઘુડખર અભ્યારણની હળવદ રેન્જના ટીકર અને કીડી પાસે તાજેતરમાં ઉભી થયેલી અસંખ્ય કેમિકલ ફેક્ટરીઓ દ્વારા અભયારણ્યમા કેમિકલનુ પ્રદૂષિત પાણી ઠાલવીને રણમાં વસવાટ કરતા અમૂલ્ય એવા વન્ય જીવો અને જૈવિક વિવિધતાને પારાવાર નુકશાન પહોચાડી રહ્યા છે. આવી ગેરકાયદેસર અને હિચકારી પ્રવૃત્તિ તાત્કાલિક અસરથી અટકાવવાની વિવિધ સામાજિક આગેવાનોની રજૂઆતો અન્વયે ગેરકાયદેસર પ્રવૃત્તિઓને અટકાવવા માટે મદદનીશ નાયબ વન સંરક્ષક અનીલ રાઠવાએ ઘુડખર અભ્યારણ અને સ્થાનિક હળવદ ઘુડખર અભ્યારણના અધિકારીઓ રણ વિસ્તારમાં બ્રાહ્મણી નદી અને સ્થાનિક કુદરતી પ્રવાહને પ્રદૂષિત કરવામાં આવે છે.

એ અંગે ઊંડાણ પૂર્વક તપાસ હાથ ધરીને ઘુડખર અભ્યારણ્યના નેચરલી હેબીટાડ તેમજ આ વિસ્તાર બાયોસ્ફિયર રિઝર્વ ફોરેસ્ટમાં અસંખ્ય વન્ય જીવોં અને અહીંના કલ્ચરને આ અહીં પ્રદુષિત પાણીથી ભારે નુકશાન પહોચી રહ્યુ હતુ. તે અંગેની પર્યાવરણ પ્રેમી કાર્યકરો સર્વ, ડો,ચતુર ચરમારી, જીતેન્દ્રકુમાર( ભરતભાઈ) રાઠોડ તેમજ જગદીશભાઈ પરમારની રજૂઆતો બાદ ફોરેસ્ટ રેન્જના અધિકારીઓએ કેમિકલ વેસ્ટ સેમ્પલ એકઠા કર્યા - હળવદ તાલુકાના ટીકર, કીડી જોગડ સહિત અનેક જગ્યાએ આવેલા રણમાં કેમિકલ વેસ્ટ ઠાલવવાને લઈને સામાજીક આગેવાન ડો. ચતુર ચરમારીએ કેમિકલ વેસ્ટ અટકાવવા માટે પી.સી.સી.એફ ગાંધીનગરને લેખિત રજૂઆત કરી હતી.

જેના પગલે તંત્ર દોડતું થઈ ગયું અને ફોરેસ્ટના અધિકારીઓ દ્વારા સ્થળ પર જઇ ફેકટરીના કેમિકલ વેસ્ટના સેમ્પલ લેવામાં આવ્યા છે. હળવદની ઔધોગિક વસાહતમાં આવતાં 10 જેટલા જુદા જુદા કેમિકલ ઔધોગિક એકમોને પાણીનું અને ઘન કચરાનુ કચ્છના નાના રણ પ્રદૂષણ ફેલાવવાના મુદ્દે ઘુડખર અભ્યારણ રેન્જ કચેરી હળવદ દ્વારા નોટીસો પણ ફટકારવામાં આવી છે. જેને લઈ બેરોકટોક અભ્યારણ વિસ્તારમા પ્રદૂષણ ફેલાવતા એકમોના માલિકોમા ફફડાટ વ્યાપી ગયો હતો.

અભ્યારણ વિસ્તારની સેન્ચુરી જગ્યાઓ ઉપર પ્રદુષિત ઘન કચરાનો નિકાલ તથા બેરોકટોક રીતે કેમિકલ યુક્ત પાણીના પ્રદૂષણ સહિતના બનાવોમા અવારનવાર બનતા કેટલાક ઔધોગિક એકમો રંગે હાથ ઝડપાઈ ગયા છે. આ અંગેની વધુ તપાસ મદદનીશ નાયબ વન સંરક્ષક ઘુડખર અભ્યારણ કચેરી ધ્રાંગધ્રાના અનીલકુમાર રાઠવા કરી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...