લીંબડી હાઇવે પર શુઝ, કપડાના પૂંઠાના બોક્ષની આડમાં લઇ જવાતી વિદેશી દારૂની 888 બોટલો સાથે આઇશર ઝડપાતા ચકચાર મચી જવા પામી છે. લીંબડી પોલિસે વિદેશી દારૂની 888 બોટલો, પૂંઠાના બોક્ષમાં પરચૂરણ સામાન, રોકડા અને મોબાઇલ સાથે કુલ મળીને રૂ.13 લાખ 42 હજાર 790ના મુદામાલ બે શખ્સો ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે.
લીંબડી પીએસઆઇ વી.એન.ચૌધરી સહીતનો પોલિસ સ્ટાફ નાઇટ પેટ્રોલિંગમાં હતો ત્યારે ખાનગી રાહે બાતમી મળી હતી કે લીંબડી તરફથી એક છીંકણી કલરના તાડપત્રી બાંધેલા આઇશર (નં- GJ-05-AZ-6765)વાળીમાં કપડા તથા અન્ય ચીજવસ્તુઓની આડમાં ગેરકાયદેસર રીતે ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો લઇને નીકળતા નેશનલ હાઇવે નંબર 47 પર રાસ્કા ગામના બોર્ડ પાસે આઇશર ગાડીને આંતરી હતી.
આઇશર ગાડીને આંતને રાજસ્થાન ભીલવાડાના ધુવાલા ગામના ગણેશભાઇ બાલુજી બક્તાવરજી જાતે ગુર્જર અને રાજસ્થાન ભીલવાડાના દંતેડી ગામના રામુભાઇ હરદેવજીભાઇ ગીરધારીજી લુકણ જાતે ગુર્જરને ગાડીમાંથી જુદી જુદી બ્રાન્ડની વિદેશી દારૂની બોટલો નંગ- 888, કિંમત રૂ. 2 લાખ 66 હજાર 400, તથા શૂઝ, કપડા, સેનીટાઇઝર, થર્મોશ, થેલા સહિતની પરચૂરણ વસ્તુઓ મળી કિંમત રૂ. 5 લાખ 67 હજાર 830, રોકડા રૂ. 2060, મોબાઇલ 3, કિંમત રૂ. 6000, તાડપત્રી કિંમત રૂ. 500, આઇશર ગાડી કિંમત રૂ. 5 લાખ મળી કુલ રૂ. 13 લાખ 42 હજાર 790નો મુદામાલ ઝબ્બે કર્યો હતો.
લીંબડી પોલીસના દારૂના આ દરોડામાં પીએસઆઇ વી.એન.ચૌધરી, પી.એમ.ધાંધલ, એ.એન.અંગારી, રવિરાજસિંહ ઝાલા, નિલેશભાઇ ચાવડા, મયુરધ્વજસિંહ ઝાલા તથા રવિભાઇ અને મહેશભાઇ વાઘેલા સહિતનો લીંબડી પોલીસ સ્ટાફ સાથે હાજર હતો. આ કેસની વધુ તપાસ લીંબડી પીએસઆઇ વી.એન.ચૌધરી ચલાવી રહ્યાં છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.