તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દર્દીઓની લાચારી:મોરબીના પલાસ ગામમાં ખાનગી ક્લિનિક બહાર વૃક્ષ નીચે સારવાર લેવા દર્દી મજબૂર

સુરેન્દ્રનગર6 દિવસ પહેલા
 • કૉપી લિંક
મોરબીના પલાસ ગામમાં ખાનગી ક્લિનિક બહાર વૃક્ષ નીચે સારવાર લેવા દર્દી મજબૂર - Divya Bhaskar
મોરબીના પલાસ ગામમાં ખાનગી ક્લિનિક બહાર વૃક્ષ નીચે સારવાર લેવા દર્દી મજબૂર
 • મોરબીમાં વ્યવસ્થા વગર સારવાર થતી હોય તેવી પંદર દિવસમાં ત્રીજી ઘટના

મોરબી જિલ્લામાં છેલ્લા પંદર દિવસ દરમિયાન દર્દીઓની સારવારના વાયરલ થયેલા ત્રણ વીડિયો અને ફોટોગ્રાફના કારણે મોરબી જિલ્લાની આરોગ્ય વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઉભા થયા છે. પહેલા કારખાનમાં કામદારોની જમીન પર સારવાર, પછી માળિયાના ખાખચેરીમાં ઓટલા પર થતી દર્દીઓની સારવારનો વીડિયો અને આજે વાંકાનેરના પલાસ ગામમાં ખાનગી ક્લિનિકની બહાર વૃક્ષ નીચે દર્દીની સારવાર ચાલી રહી હોવાના ફોટોગ્રાફ વાયરલ થયા છે.

વાંકાનેરના પલાસ ગામના ફોટોગ્રાફ વાઈરલમોરબીના વાંકાનેર તાલુકાના પલાસ ગામમાં એક ખાનગી ક્લિનિકની બહાર કેટલાક દર્દીઓની વૃક્ષ નીચે જ બાટલા ચડાવાઈ રહ્યા હોવાના ફોટોગ્રાફ સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. કોરોના મહામારીની સાથે અન્ય રોગચાળાના કેસની સંખ્યામાં વધારો થતા હાલ સરકારી હોસ્પિટલ દર્દીઓથી ઉભરાઈ રહી છે. સરકારીની સાથે ખાનગી ક્લિનિકમાં પણ દર્દીઓની ભારે ભીડ થતી હોવાના કારણે દર્દીઓ આ પ્રકારની સારવાર લેવા મજબૂર બન્યા હોવાનું જાણવા મળ્યું છે.

વાઈરલ વીડિયોની તપાસ કરાતા આ વિડીયો વાંકાનેરથી 10 કિલોમીટર દૂર આવેલ પલાસ ગામે ક્લિનિક ધરાવતા ડો.ભીમાણી અને ડો.રાજપરાના ક્લિનિક બહારનો હોવાનું અને ખાસ કરીને વાયરલ તાવના કેસમાં તીવ્ર ઉછાળો આવતા પલાસ ગામમાં અનેક લોકો બીમાર પડ્યા હોય આ લોકોને વૃક્ષની ડાળીમાં બાટલા લટકાવી શક્તિના બાટલા ચડાવવામાં આવ્યા હતા અને આ દર્દીઓમાં કોરોનાના કોઈ દર્દી ન હોવાનું તબીબી આલમમાંથી જાણવા મળ્યું છે.

ખાખરેચીમાં પણ દર્દીઓની ઓટલા પર સારવાર થતી હતીવાંકાનેરના પલાસ ગામની માફક માળિયાના ખાખરેચી ગામમાં પણ એક ખાનગી ક્લિનિકની બહાર દસેક જેટલા દર્દીઓની ઓટલા પર સુવડાવી સારવાર કરાતી હોવાનો વીડિયો વાયરલ થયો હતો. આ પહેલા મોરબીના એક કારખાનામાં પણ કામદારોની જમીન પર સુવડાવી સારવાર થતી હોવાના વાયરલ થયેલા વીડિયોના કારણએ આરોગ્ય સુવિધા સામે સવાલો ઉઠ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો