આગાહી:સતત ત્રીજા દિવસે વાદળિયા વાતાવરણ વચ્ચે પારો 0.2 ડિગ્રી ગગડ્યો

સુરેન્દ્રનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

જિલ્લામાં છેલ્લા 3 દિવસથી વાદળિયા વાતાવરણ વચ્ચે ગરમીનો પારો 41 આસપાસ સ્થિર થયો છે. આથી જિલ્લાવાસીઓને ગરમીથી આંશિક રાહત મળી છે. ત્યારે બુધવારે ફરી તાપાન 0.2 ડિગ્રી ઘટવા સાથે લઘુતમ 28.4 અને મહત્તમ તાપમાન 41.3 ડિગ્રી નોંધાયું છે. હજુ આગામી દિવસોમાં હવાની ગતિ અને ભેજનું પ્રમાણ વધવાની આગાહી છે.

બુધવારનો દિવસ રાહત લઇને આવ્યો હતો. જેમાં ગરમીનું પ્રમાણ 0.2 ડિગ્રી ઘટી લઘુતમ તાપમાન 28.4 અને મહત્તમ 41.3 ડિગ્રી પર સ્થિર થયું છે. જ્યારે બુધવારે ઝાલાવાડીઓએ સવારથી સાંજ સુધીમાં વાતાવરણમાં 12.9 ડિગ્રી તાપમાનમાં ફેરફારનો અનુભવ કર્યો હતો. જે મે મહિનાની શરૂઆતમાં થયેલા તાપમાનના ફેરફારની સરખામણીઓ ઓછો છે.

જિલ્લામાં છેલ્લા 3 દિવસથી તાપમાનનો પારો 41 ડિગ્રી આસપાસ સ્થિર થયો છે. જ્યારે આગામી 5 દિવસ દરમિયાન પણ હવાની ગતિ 22થી 26 કિમી પ્રતિ કલાક અને હવામાં ભેજનું પ્રમાણ 44થી 49 ટકા જેટલું રહેવાનું હવામાન વિભાગનું અનુમાન છે.

અન્ય સમાચારો પણ છે...