તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તસ્કરી:હળવદમાં ચોરીનો સિલસિલો યથાવત, સતત ત્રીજા દિવસે તસ્કરો ત્રાટક્યા

સુરેન્દ્રનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
હળવદમાં ચોરીનો સિલસિલો યથાવત, સતત ત્રીજા દિવસે તસ્કરો ત્રાટક્યા - Divya Bhaskar
હળવદમાં ચોરીનો સિલસિલો યથાવત, સતત ત્રીજા દિવસે તસ્કરો ત્રાટક્યા
  • મોબાઈલ શોપમાંથી 1.90 લાખના મોબાઈલની ચોરી

હળવદ પંથકમાં તસ્કરોએ ધામા નાખ્યા હોય તેમ આજે સતત ત્રીજા દિવસે પણ ચોર ટોળકીએ ચોરીના બનાવોને અંજામ આપ્યો છે. જેમાં શહેરના ખારીવાડી વિસ્તારમાં બાપા સીતારામ મંડપ સર્વિસના ગોડાઉનમાં તસ્કરોએ ઝાઝું તો કાઈ નહીં પરંતુ થોડું લઈ ગયા છે.

બનાવની જાણવા મળતી વિગતો મુજબ આજે સતત ત્રીજા દિવસે પણ હળવદમાં ચોરી થયાનું સામે આવ્યું છે જ્યારે શહેરની મોબાઇલની દુકાનમાં બે દિવસ પહેલા થયેલી ચોરીની પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

શહેરના ખારીવાડી વિસ્તારમાં આવેલ બાપા સીતારામ મંડપ સર્વિસના ગોડાઉન ગતરાત્રીના તસ્કરો ત્રાટકયા હતા અને અહીં ગોડાઉનનો દરવાજાનો કાચ તોડી કટર મશીન,પાણીના ફુવારાની મોટર અને ટાઈલ્સ કાપવાનું મશીન લઇ ગયા હોવાનું મહેશભાઈ દલવાડીએ જણાવ્યું છે.

જોકે આ બનાવને પગલે પોલીસ ઘટના સ્થળે દોડી જઇ આગળની કાર્યવાહી પણ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે 21 જૂનના રોજ બસ સ્ટેશન રોડ પર મોબાઇલની દુકાનમાં થયેલ ચોરી ની ફરિયાદ નોંધવામાં આવી છે. જેમાં હળવદના સ્વામીનારાયણ નગર સોસાયટી સરા રોડ ઉપર રહેતા વેપારી કિશોરભાઇ કાનજીભાઇ ચાવડા (ઉ.વ. ૩૨) એ અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી કે,ગત તા.21 જુનના રોજ ચોર ટોળકીએ ગીની ગેસ્ટ હાઉસ સામે આવેલ ફરિયાદીની જય મોગલ મોબાઇલ નામની દુકાનને નિશાન બનાવી હતી.

તસ્કરોએ ફરીયાદીની જય મોગલ નામની મોબાઇલની દુકાન તોડી અંદર પ્રવેશ કરી દુકાનમા રાખેલ મોબાઇલ કુલ મોબાઇલ નંગ-21 કિમત આશરે રૂ.1,89,000 ના મુદામાલની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા.આ બનાવની જાણ થયા બાદ વેપારીએ ચોરાઉ મોબાઇલના બીલો શોધી તેમજ (આઈએમઈઆઈ)નંબરની હકિકત મેળવ્યા બાદ આધાર પુરાવા સાથે ગઈકાલે હળવદ પોલીસ મથકે આ બનાવની ફરિયાદ નોંધાવી હતી. આ બનાવની ફરિયાદ પરથી હળવદ પોલીસ મથકના પીએસઆઇ આર.સી.રામાનુજ સહિતના સ્ટાફે તસ્કરોનું પગેરું દબાવવા માટે સઘન તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...